વરસાદ:જિલ્લામાં સિઝનનો સૌથી વધુ લોધિકામાં 1575 MM, સૌથી ઓછો વીંછિયામાં 336 MM વરસાદ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટ જિલ્લામાં ક્યાંક જળાશયો છલોછલ, તો ક્યાંક ચોમાસા બાદ પણ ખાલીખમ
  • જસદણ- વીંછિયા તાલુકામાં ચોમાસું પૂર્ણ થતા જ હવે પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી સ્થિતિ

એક તરફ રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદથી નદી-નાળા છલકાયા છે. બીજી તરફ એજ રાજકોટ જિલ્લાના બે તાલુકામાં પૂરો 500 MM વરસાદ પણ વરસ્યો નથી. વીંછિયા તાલુકામાં માત્ર 336 MM એટલે કે આખી સિઝનનો 13 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. જ્યારે જસદણમાં 496 MM વરસાદ વરસ્યો છે. જેથી આ બે તાલુકાના કેટલાક જળાશયો 80 ટકા ખાલી છે.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં 1575 MM એટલે કે 63 ઈંચ અને ગોંડલ તાલુકામાં 1373 MM વરસાદ નોંધાયો છે. જેની સામે વીંછિયા તાલુકામાં આખી સિઝનનો કુલ મળી માત્ર 336 MM વરસાદ જ વરસ્યો છે. જ્યારે જસદણ તાલુકામાં પણ 496 MM વરસાદ નોંધાયો છે. જેથી ચોમાસું પૂર્ણ થતાની સાથે જ હવે પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી સ્થિતિ છે. ઓછા વરસાદથી ખેડૂતોને રવી પાક માટે પિયત માટે પાણી પૂરું પડી શકે તેમ નથી.

તાલુકોવરસાદ
લોધિકા1575 MM
ગોંડલ1373 MM
રાજકોટ1204 MM
કોટડાસાંગાણી1132 MM
જામકંડોરણા851 MM
જેતપુર758 MM
ઉપલેટા689 MM
જસદણ496 MM
વીંછિયા336 MM

ચોમાસા બાદ પણ જળાશયો ખાલી
રાજકોટ જિલ્લામાં એક સાથે તૂટી પડેલા વરસાદથી નદીઓ ગાંડીતૂર બની હતી. કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદે જળપ્રકોપ જેવી સ્થિતિ સર્જી દીધી હતી. બીજી તરફ જસદણ અને વીંછિયા તાલુકામાં ઈશ્વરિયા અને કર્ણુકી આ બે ડેમ જ છલકાયા છે. જ્યારે ઘેલાસોમનાથ ડેમ ચોમાસાના ચાર મહિના બાદ પણ 82 ટકા અને માલગઢ ડેમ 72 ટકા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...