ધરતીપુત્રોને ફાયદો:ઇતિહાસમાં કપાસનો સર્વોચ્ચ ભાવ 2700 બોલાયો,રાજકોટ યાર્ડમાં રૂ.2625, ગોંડલમાં રૂ.2571, મોરબીમાં 1785-2215ના ભાવ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ‘વ્હાઇટ ગોલ્ડ’માં જીનર્સોની વધતી ડિમાન્ડ વચ્ચે ધરતીપુત્રોને ફાયદો

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ‘વ્હાઇટ ગોલ્ડ’ ની ઘટતી આવકો વચ્ચે જીનર્સો દ્વારા જબરી ડિમાન્ડ નીકળતા ઐતિહાસિક સ્તરે કપાસના પ્રતિ મણના રૂ.2700 સુધીના ભાવ બોલાયા છે. જેતપુર યાર્ડમાં સૌથી વધુ કાચા કપાસના મણના રૂ.2700ના ભાવ પડ્યા હતા, તો રાજકોટમાં રૂ.2625 અને ગોંડલમાં રૂ.2571ના ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હાલ માર્કેટિંગ મથકોમાં કપાસની ક્વોલિટી ખૂબ જ સારી આવતી હોવાથી ભાવ જેટ ગતિએ ઊંચકાયા છે. જેતપુર યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, કપાસની 590 ક્વિન્ટલની આવકે પ્રતિ મણના રૂ.1711-2700ના ભાવ બોલાયા હતા. રાજકોટ યાર્ડમાં 2330 ક્વિન્ટલની આવકે પ્રતિ મણના રૂ.2000-2599ના ભાવ પડ્યા હતા.

એક એન્ટ્રી રૂ.2625ની પડી હતી. ગોંડલ યાર્ડમાં કપાસની 1125 ક્વિન્ટલની આવકે રૂ.1101-2571, વાંકાનેર યાર્ડમાં 100 ક્વિન્ટલની આવકે રૂ.1700-2375, જસદણ યાર્ડમાં 1000 ક્વિન્ટલની આવકે રૂ.1950-2700, મોરબી યાર્ડમાં માત્ર 51 ક્વિન્ટલની આવકે રૂ.1785-2215, જામજોધપુર યાર્ડમાં 140 ક્વિન્ટલની આવકે રૂ.1800-2500, જામનગર યાર્ડમાં પ્રતિ મણના રૂ.2550-4130 તેમજ બોટાદ યાર્ડમાં 1998 ક્વિન્ટલની આવકે રૂ.1475-2641ના ભાવ બોલાયા હતા.

આ સાલ વિશ્વમાં કપાસની ઉપજમાં ખાંચો પડ્યો છે. ખાસ કરીને અમેરિકા, ચીન, ભારત તેમજ અન્ય દેશોના ખેડૂતોની નજર કપાસ પર કેન્દ્રિત થતા કપાસનું ઉત્પાદન વધશે તેવી ધારણા મુકાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...