શું ફરી કોરોના વકર્યો?:રાજકોટમાં રવિવારે સૌથી ઓછું ટેસ્ટિંગ છતાં પોઝિટિવ રેટ સૌથી ઊંચો, છેલ્લા એક મહિનાનો સૌથી ઊંચો પોઝિટિવ રેશિયો 9.18%

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કુલ કેસની સંખ્યા 41,000ને પાર પહોંચી, લોકોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર

રાજકોટ શહેરમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથોસાથ મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે જોવા જઇએ તો ચિંતાનો વિષય એ પણ છે કે ગત રવિવારના રોજ શહેરમાં સૌથી ઓછું એટલે કે 1939 ટેસ્ટિંગ સામે 178 પોઝિટિવ નોંધાતાં પોઝિટિવ રેસિયો 9.18 % નોંધાયો છે, જે છેલ્લા એક મહિનાનો સૌથી ઊંચો પોઝિટિવ રેશિયો છે.

આજ દિવસ સુધીમાં સૌથી ઓછા ટેસ્ટ રવિવારે નોંધાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજ બપોરના 12 વાગ્યે અને સાંજના 5 વાગ્યે કોરોના ટેસ્ટિંગ તેમજ પોઝિટિવ અને નેગેટિવ દર્દીની સંખ્યા જાહેર કરવામાં આવે છે, જેમાં ગઇકાલે જાહેર કરેલા આંકડા ફરી ચિંતાજનક હોય એવું લાગી રહ્યું છે. ગત તારીખ 23 મેના રોજ રાજકોટ શહેરમાં કુલ 1939 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી 178 લોકો પોઝિટિવ જાહેર થયા હતા. મે મહિનાની શરૂઆતથી આજ દિવસ સુધીમાં સૌથી ઓછા ટેસ્ટ રવિવારે 1939 નોંધાયા છે, જેની સામે મે મહિનાની શરૂઆતથી આજ દિવસમાં સૌથી ઊંચો પોઝિટિવ રેશિયો 9.18 % નોંધાયો છે, જે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય માની શકાય છે.

રાજકોટમાં ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી.
રાજકોટમાં ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી.

લોકોએ હજુ સાવચેત રહેવાની જરૂર
હોસ્પિટલોમાં બેડ ખાલી છે, દવા-ઇન્જેક્શન કે ઓક્સિજનની અછત નથી. 108 અને 104 નંબર પર દર્દીઓના કોલ આવવાની સંખ્યામાં પણ જરૂર ઘટાડો થયો છે, પરંતુ આમ છતાં પણ છેલ્લા એક મહિનાનો પોઝિટિવ રેશિયો રવિવારે ઊંચો આવતાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે તંત્રએ અને લોકોએ હજુ પણ સાવચેત રહેવા જરૂર છે. જો આ જ પરિસ્થિતિ યથાવત રહે તો કેસોની સંખ્યામાં ફરી વધારો થતાં કોઇ રોકી શકશે નહીં.

15 દિવસમાં નોંધાયેલો પોઝિટિવ રેશિયો

તારીખટેસ્ટિંગપોઝિટિવ આંકપોઝિટિવ રેશિયો
23-5-2119391789.18%
22-5-2134131694.95%
21-5-2135261754.96%
20-5-2138101925.04%
19-5-2130131685.58%
18-5-2129511876.34%
17-5-2135991193.31%
16-5-2147913727.76%
15-5-2146122745.93%
14-5-2151513166.13%
13-5-2155423596.47%
12-5-2156782865.04%
11-5-2163763345.24%
10-5-2158143195.49%
09-05-2160973515.75%
અન્ય સમાચારો પણ છે...