આવક:રાજકોટ યાર્ડમાં ટમેટાંની સિઝનની સૌથી વધુ આવક

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બજારમાં શિયાળુ શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે. હાલ ટમેટાંને બાદ કરતા બાકીના શાકભાજીની સ્થાનિક આવક શરૂ થઈ ગઇ છે. ત્યારે શનિવારે ટમેટાંની સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ હતી. જે મહારાષ્ટ્ર, ઈડર અને નાસિકથી આવ્યા હતા. ટમેટાંની કુલ આવક 1450 ક્વિન્ટલ થઈ હતી અને ભાવ રૂ. 450 થી લઈને રૂ. 620 સુધીનો રહ્યો હતો. આંતરરાજ્ય આવક વધવાથી હાલ ટમેટાંના ભાવ ઘટી રહ્યા છે અને હજુ ભાવ ઘટે તેવી સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. ટમેટાં સિવાય રીંગણા, દૂધી, કોથમરી, પાલક, કોબીજ, ફ્લાવર વગેરેની વધુ આવક થતા તેનો ભાવ રૂ.10 થી 15ના કિલો સુધી બોલાય છે. ડિસેમ્બરના અંત સુધીમાં સ્થાનિક આવક શરૂ થશે તેવો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...