હવામાન:સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગરમી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટમાં સતત 42 ડિગ્રી તાપમાન યથાવત્
  • અન્ય જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીની નીચે

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગરમી રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં નોંધાઇ હતી. જ્યારે અન્ય જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીથી નીચે રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી બે દિવસ સુધી આટલું જ તાપમાન રહેશે. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી મહત્તમ તાપમાન યથાવત્ રહ્યું છે. જેને કારણે મે માસ જેવી ગરમીનો અત્યારથી જ અનુભવ થઇ રહ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટ સિવાયના અન્ય જિલ્લામાં તાપમાન જોઈએ તો ભાવનગરમાં 41.2, દ્વારકામાં 30.9, ઓખામાં 31.9, પોરબંદરમાં 33.7, વેરાવળમાં 32.2, દીવ 31 અને મહુવા 33.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે કેશોદમાં મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી રહ્યું હતું. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર બે દિવસમાં પવનની ઝડપ વધારે રહેશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં પવનનું જોર વધારે રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજકોટમાં બપોરે 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેની સાથે સાથે પવન 16થી 18 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. જેને કારણે આકાશમાંથી લૂ વરસતી હોય તેવો અહેસાસ થયો હતો. આકરા તાપ અને ગરમીને કારણે શહેરના રાજમાર્ગો બપોરે સુમસામ બને છે.

અન્ય સમાચારો પણ છે...