તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે શહેરમાં 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં રાહત, કુલ કેસની સંખ્યા 42696 પર પહોંચી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રિકવરી રેટ 98.56 ટકા, કુલ 11,86,966 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજકોટમાં કોરોના ખાત્મા તરફ આગળ વધી રહ્યો છે. આજે 8 કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42696 પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં 42075 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આપવામાં આવ્યો છે. રિકવરી રેટ 98.56 ટકા નોંધાયો છે. આજ સુધીમાં 11,86,966 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2693 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3143 સહિત કુલ 5836 નાગરિકોએ રસી લીધી.

જામકંડોરણાનું તરકાસર ગામ કોરોનામુક્ત
કોરોનાની બીજી લહેર ઓછી થતા રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાના અનેક ગામો કોરોનામુક્ત બન્યા છે. જેમાં ગામ દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગ સહિત અનેક પગલાંઓના કારણે ગામ કોરોનામુક્ત બની રહ્યા છે. તરકાસર ગામ સંપૂર્ણ કોરોનામુક્ત બન્યું છે. ગામના સરપંચે માહિતી આપતા કહ્યું હતું કે, ગામ પહેલાથી જ અત્યંત જાગૃત છે અને લોકોને એ વાતનો પણ ખ્યાલ છે કે કોરોના કેટલો જોખમી છે. અને તેમાં ક્યાં પ્રકારે સાવચેતી રાખવી જોઈએ. વધુમાં તેઓએ કહ્યું હતું કે, પ્રથમ લહેરમાં ગામમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નહતો અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું નહોતું.

ગામમાં સતત દવાનો છંટકાવ થતો હતોઃ સરપંચ
ગામના દરેક લોકોને ઘરમાં ફુદીનો અને લીલો અજમો વાવવા કહ્યું જેનાથી ગામને અને વસતા લોકોને સીધો જ ફાયદો પહોંચ્યો છે. 700 લોકોની વસ્તી ધરાવતા ગામમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથો-સાથ ગામમાં જે ખાડા હોઇ તેમાં કેરોસીન નાખવામાં આવ્યું હતું. જેથી કોઈ જ પ્રકારનો ચેપ લાગે નહિ અને વાયરસ પણ સક્રિય ન થાય. બીજી તરફ ગામમાં વસતા લોકોને માસ્ક અને ટોળાંમાં ઊભા ન રહેવાની પણ સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...