તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાદ રસિકો ચેતજો:રાજકોટમાં આરોગ્ય વિભાગનો ખાણીપીણીની 57 રેંકડી અને દુકાન પર સપાટો, પાણીપુરીની લારીઓ પરથી 13 કિલો બટાટાનો વાસી માસાલો અને 16 લિટર પાણી મળ્યું

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીપુરની લારી પરથી વાસી બટાટા અને પાણીનો નાશ કરાયો. - Divya Bhaskar
પાણીપુરની લારી પરથી વાસી બટાટા અને પાણીનો નાશ કરાયો.
  • બાલાજી સોડા શોપ, બોમ્બે સ્ટાઇલ ભેળ, જય સિયારામ ગાંઠીયા રથ સહિતની ખાણીપીણીની દુકાનો પર ચેકિંગ

જન્માષ્ટમીના તહેવારને લઇને આજીડેમ સાઇટ ગાર્ડન, પેડક રોડ, ભુપેન્દ્ર રોડ વિસ્તારમાં ફરવા માટે શહેરીજનોની બહોળા પ્રમાણમાં અવરજવર રહે છે. આરોગ્ય વિભાગ દ્વારા અહીં રેંકડી અને દુકાનોમાં બનતી ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 57 જેટલી રેંકડી અને દુકાનોમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો. ચકાસણી દરમિયાન 13 કિલો પાણીપુરીનો બટાટાનો વાસી મસાલો, 16 લિટર પાણીપુરીનું પાણી, 4 કિલો વાસી કલરવાળી ચટણી અને 10 કિલો બરફ મળી આવ્યો હતો. આ વાસી ચીજવસ્તુઓનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગનું 52 લારી અને દુકાનો પર ચેકિંગ

ક્રમFBOનું નામસરનામુંરીમાર્ક્સ
1સાલન પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસેવાસી પાણીપુરીનું પાણી 5 લિટરનો નાશ
2સતસાહેબ પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસેવાસી બાફેલા બટેટા 2 કિ.ગ્રાનો નાશ
3ક્રિષ્ના પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસેવાસી પાણીપુરીનું પાણી 2 લિટરનો નાશ
4ફેમસ લાઇવ ઢોકળાઆજી ડેમ ગાર્ડન પાસેવાસી બાફેલા બટેટા 2 કિ.ગ્રા.નો નાશ
5શિવશંકર પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસેવાસી બાફેલા બટેટા 2 કિ.ગ્રા.નો નાશ
6સરસ્વતિ પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસેવાસી બાફેલા બટેટા 1 કિ.ગ્રા.નો નાશ
7જય લક્ષ્મી કોલ્ડ પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસેવાસી બાફેલા બટેટા 1 કિ.ગ્રા.નો નાશ
8સોનલકૃપા લસ્સીઆજી ડેમ ગાર્ડન પાસેવાસી અખાદ્ય બરફ 10 કિ.ગ્રા.નો નાશ
9રવિ ભુંગળા બટેટાઆજી ડેમ ગાર્ડન પાસેવાસી બાફેલા બટેટા 3 કિ.ગ્રા.નો નાશ
10ગુન ગુન પાણીપુરી રગડોઆજી ડેમ ગાર્ડન પાસેવાસી પાણીપુરીનું પાણી 2 લિટરનો નાશ
11સુર્યા પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસેવાસી પાણીપુરીનું પાણી 7 લિટરનો નાશ
12શક્તિ ઘુઘરાપેડક રોડવાસી કલરવાળી ચટણી 1 કિ.ગ્રા.નો નાશ
13શિવશંકર પાણીપુરીપેડક રોડવાસી બાફેલા બટેટા 2 કિ.ગ્રા.નો નાશ
14દિલખુશ ઘુઘરાપેડક રોડવાસી કલરવાળી ચટણી 3 કિ.ગ્રા.નો નાશ
15ક્રિષ્ના પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસે-
16શિતલ આઇસ્ક્રીમઆજી ડેમ ગાર્ડન પાસે-
17ઉત્સવ પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસે-
18મોહન પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસે-
19અંબે પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસે-
20ચામુંડા પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસે-
21જય ખોડિયાર ફાસ્ટફુડઆજી ડેમ ગાર્ડન પાસે-
22જય લક્ષ્મી પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસે-
23ગાંધી સોડા શોપઆજી ડેમ ગાર્ડન પાસે-
24પુજા દિલ્લી ચાટઆજી ડેમ ગાર્ડન પાસે-
25ગાયત્રી લચ્છીઆજી ડેમ ગાર્ડન પાસે-
26ભેરૂનાથ કચ્છી દાબેલીઆજી ડેમ ગાર્ડન પાસે-
27મહાકાળી નાસ્તા ગૃહઆજી ડેમ ગાર્ડન પાસે-
28બાલાજી સોડા શોપઆજી ડેમ ગાર્ડન પાસે-
29ભેરૂનાથ ભેળઆજી ડેમ ગાર્ડન પાસે-
30બહુચર સોડા સેન્ટરઆજી ડેમ ગાર્ડન પાસે-
31ઓમ કચ્છી દાબેલીઆજી ડેમ ગાર્ડન પાસે-
32ભેરૂનાથ આઇસ્ક્રીમઆજી ડેમ ગાર્ડન પાસે-
33બોમ્બે સ્ટાઇલ ભેળઆજી ડેમ ગાર્ડન પાસે-
34સુર્યા બોમ્બે સ્ટાઇલ ભેળઆજી ડેમ ગાર્ડન પાસે-
35નિશા રગડા સેન્ટરઆજી ડેમ ગાર્ડન પાસે-
36સપના પાણીપુરીઆજી ડેમ ગાર્ડન પાસે-
37જય અંબે ઇડલી સંભારઆજી ડેમ ગાર્ડન પાસે-
38દિપક ભેળઆજી ડેમ ગાર્ડન પાસે-
39વસમ ફ્રુટ ડીશઆજી ડેમ ગાર્ડન પાસે-
40ભેરૂનાથ ભેલપેડક રોડ-
41સંતોષ ભેળપેડક રોડ-
42શ્રીજી મસાલા કોનપેડક રોડ-
43જય ગણેશ મદ્રાસ કાફેપેડક રોડ-
44યુવરાજ પાઉંભાજીપેડક રોડ-
45જય સિયારામ ગાંઠીયા રથપેડક રોડ-
46ભેરૂનાથ બદામ શેકપેડક રોડ-
47જલારામ પાણીપુરીરામનાથપરા રોડ-
48શંકર પાણીપુરીરામનાથપરા રોડ-
49ભેરૂનાથ કૃપા ભેળપેડક રોડ-
50ઇંદોરી પૌવાપેડક રોડ-
51શિવશક્તિ કચ્છી દાબેલીપેડક રોડ-
52આલશ પાણીપુરી--
ખાણીપીણીની લારીઓ પર દરોડા પાડ્યા.
ખાણીપીણીની લારીઓ પર દરોડા પાડ્યા.

ઘીમાં ભેળસેળને લઇ વેપારી સામે ફોજદારી દાખલ
જૂના માર્કેટ યાર્ડમાં સોનિયા ટ્રેડર્સમાંથી અમુલ પ્યોર ઘીના નામે મળેલો ઘીનો જથ્થો ભેળસેળીયો હતો. આથી વેપારી વિરૂદ્ધ ફોજદારી દાખલ કરવામાં આવી છે. બે મહિના પહેલા મ્યુ. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી અધિકારી અને આરોગ્ય અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. પેઢીના માલિક ગોરધન મુરલીધરભાઇ સામનાણી સામે લોકો સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ 1.13 લાખનું 284 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. અમુલ પ્યોર ઘીના ટીન વેપારીએ મહેસાણાના કડીના વામજ ગામના નૌશાદ પાસેથી મંગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...