તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો પરેશાન:આરોગ્ય વિભાગે સૌરાષ્ટ્રને રસીનો જથ્થો ન મોકલ્યો, મનપાને માત્ર 1000 ડોઝ મળ્યા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શનિવારે મનપાને 16000 સહિત સૌરાષ્ટ્રમાં 1 લાખ ડોઝ મોકલ્યા હતા
  • હવે માંડ કોવિશિલ્ડના 4800 જ ડોઝથી ફરી લાઈન લાગે તેવી શક્યતા

રાજકોટમાં સોમવારે સાંજ સુધીમાં 9066 લોકોએ રસી લીધી હતી અને રવિવારે આ સંખ્યા 7698 હતી. પણ મંગળવારથી ફરી લોકોને પરેશાન થવું પડે તેવી સ્થિતિ છે કારણ કે જેટલું વેક્સિનેશન સોમવારે થયું છે તેના કરતા અડધો જ સ્ટોક મંગળવારે માટે પડ્યો છે.

શનિવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે એક લાખ ડોઝ મોકલ્યા હતા અને રવિવાર તેમજ સોમવાર એમ બે દિવસ માટે જથ્થો હોવાનું કહ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ફાળે 16000 ડોઝ આવ્યા હતા. બે દિવસ સુધી સારું વેક્સિનેશન થતા કતારો ઘટી હતી પણ મંગળવારે અચાનક આખા સૌરાષ્ટ્રને એકપણ ડોઝ ન અપાયો. સેન્ટ્રલ વેક્સિન સ્ટોર પાસે બાકી વધેલો સ્ટોક હતો તેમાંથી 1000 રાજકોટ મનપા જ્યારે 2500 ડોઝ જિલ્લાને અપાયા છે. હવે સ્થિતિ એ થઈ છે કે, રાજકોટ શહેરમાં વેક્સિનેશન માટે કોવિશિલ્ડનો માત્ર 4800 અને કોવેક્સિનનો 1800નો જ સ્ટોક છે.

રાજ્યના આરોગ્ય વિભાગે અચાનક જ સ્ટોક ન આપવાનો નિર્ણય લેતા રાજકોટ મનપામાં અડધા ડોઝ થઈ ગયા છે. જેથી રોજ 7થી 9 હજાર કોવિશિલ્ડને બદલે માંડ 4800 અપાશે. આ ઉપરાંત કોવેક્સિનનો જે સ્ટોક છે તે માત્ર બીજા ડોઝ લેનાર માટે જ છે. આ કારણે પ્રથમ ડોઝ પરનું દબાણ પણ કોવિશિલ્ડ પર જ આવશે. જેથી ફરીથી કતારો લાગશે.

અન્ય સમાચારો પણ છે...