આરોગ્ય સુવિધા:1 કલાકના લંચ બ્રેક સાથે આરોગ્ય કેન્દ્ર 9થી 5 ખુલ્લું રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટના શહેરી આરોગ્ય કેન્દ્રના સમયમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. હવેથી આરોગ્ય કેન્દ્ર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી સળંગ ચાલુ રહેશે.

આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી આરોગ્ય કેન્દ્રનો સમય સવારે 8.30થી બપોરના 12.30 ત્યારબાદ 3.30થી 6.30 વાગ્યા સુધીનો હતો. આ રીતે બપોરના સમયે સતત 3 કલાક સુધી આરોગ્ય કેન્દ્ર બંધ રહેતું હતું. આ અંગે વિચારણા કર્યા બાદ હવે તમામ આરોગ્ય કેન્દ્રનો સમય સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો સળંગ કરી દેવાયો છે. બપોરના સમયે સ્ટાફને એક કલાક લંચનો સમય મળશે આ સિવાય સાંજ સુધી સતત આરોગ્ય કેન્દ્ર ચાલતું રહેશે. દિવાળી દરમિયાન રસીકરણ અને આરોગ્ય સેવાઓ ચાલુ રહેવાની છે.

અન્ય સમાચારો પણ છે...