નિર્ણય:મેડિસિન વિભાગના વડા ડો. ગઢવીની બદલી નહીં થાય : નાયબ મુખ્યમંત્રી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સિવિલમાં ઓફિસ પોલિટિક્સથી બદલી કરવાનો કારસો નિષ્ફળ
  • તબીબ અધિક્ષકે ફરિયાદ કરતો હસ્તલિખિત પત્ર કલેક્ટરને મોકલ્યો હતો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના વડા ડો. ગઢવીની ગુરૂવારે એકાએક બદલી કરી દેવાઈ હતી. શા માટે બદલી કરાઈ હતી તે મામલે કશી ખબર ન હોવાનું તબીબી અધિક્ષકે બધાને જણાવ્યું હતું પણ હકીકતે તેમની જ રાવને કારણે બદલી થયાનું તપાસમાં ખુલ્યું છે અને હવે બદલીનો ઓર્ડર રદ પણ કરાયો છે. મેડીસિન વિભાગમાં આખા રાજ્યમાંથી માત્ર એક જ તબીબની બદલી થતા સિવિલના અન્ય 10 તબીબોએ કારણ જાણવા અધિક્ષક અને ડીનનો સંપર્ક કર્યો હતો. જો કે બંનેએ કારણથી અજાણ હોવાનું કહ્યું હતું. તબીબો કલેક્ટર સુધી રજૂઆત કરવા ગયા હતા પણ નિષ્કર્ષ ન આવતા બધાએ રાજીનામા ધરી દીધા હતા. દિવ્ય ભાસ્કરે તપાસ કરતા જાણવા મળ્યું કે તબીબી અધિક્ષકે જ ફરિયાદ કરી હતી કે ડો. ગઢવી કામ કરતા નથી અને કરવા દેતા નથી અને તેમના રિપોર્ટના આધારે બદલી થઈ છે.

આરોગ્ય વિભાગને ફરિયાદની જાણ નથીઃ પટેલ

કોરોનાની સ્થિતિમાં જ્યાં તબીબોની અછત છે ત્યારે આવું ઓફિસ પોલિટિક્સ ખેલાયું હતું.  આ મામલે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ‘મેડિસિન વિભાગના વડાએ લેખિતમાં માફીપત્ર આપતા બદલી અટકાવી દીધી છે. હવે તેમની ટ્રાન્સફર નહી઼ થાય જ્યારે ડોક્ટરોએ આપેલા રાજીનામાની વાત છે તો તે હજુ મારા સુધી પહોંચ્યા નથી. તબીબી અધિક્ષકે 7 દિવસ પહેલા કલેક્ટરને એક હસ્તલિખિત પત્ર મોકલ્યો હતો જેમાં ડો. ગઢવી વિરૂધ્ધ ફરિયાદ કરાઈ હતી. આ ફરિયાદ અંગે આરોગ્ય વિભાગને પણ જાણ કરાઈ ન હતી. 

અન્ય સમાચારો પણ છે...