તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:NAAC સમક્ષ યુનિ.ના ભવનોનું પ્રેઝન્ટેશન IQACના વડા કરશે

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેન્ટ્રલ ફેસિલિટી અંગે કુલપતિ પેથાણી માહિતી આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની ટીમના ઇન્સ્પેક્શનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે આખરી તૈયારીના ભાગ રૂપે ગુરુવારે યુનિવર્સિટીમાં આઈક્યુએસીની મિટિંગ મળી હતી જેમાં નેક સમક્ષ કરવાના તમામ પ્રેઝન્ટેશનની સમીક્ષા કરવામાં આવી હતી. નેકની ટીમ આવે ત્યારે કુલ બે પ્રકારના પ્રેઝન્ટેશન બતાવાશે જેમાં એકેડેમિક એટલે કે, યુનિવર્સિટીના તમામ ભવનોનું પ્રેઝન્ટેશન આઈક્યુએસીના ડિરેક્ટર ડૉ. ગિરીશ ભીમાણી કરશે, જ્યારે સેન્ટ્રલ ફેસેલિટીઝનું પ્રેઝન્ટેશન કુલપતિ ડૉ. નીતિન પેથાણી કરશે.

એકેડેમિક પ્રેઝન્ટેશનમાં જે-તે ભવનના વિદ્યાર્થીઓની સંખ્યા, પરિણામ, સંશોધન કેવા થયા, વિદ્યાર્થીઓને અપાતી સુવિધા-વ્યવસ્થા સહિતની વિગતો દર્શાવાશે જ્યારે સેન્ટ્રલ ફેસેલિટીના પ્રેઝન્ટેશનમાં કેમ્પસની ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ, વિદેશી વિદ્યાર્થીઓ માટેના ટ્રાન્ઝિટ હાઉસ, સીસીડીસી અને યુપીએસસી સેન્ટર, સેન્ટ્રલ લાઇબ્રેરી, સેન્ટર ઓફ એક્સેલન્સ, આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલ અને અન્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના સેન્ટરનું પ્રેઝન્ટેશન કુલપતિ કરશે.

કુલપતિ પેથાણીએ જણાવ્યું હતું કે, 2014માં જ્યારે નેકની ટીમ ઇન્સ્પેક્શનમાં આવી હતી ત્યારે સૂચનો કર્યા હતા જેવા કે ગર્લ્સ હોસ્ટેલ, ટીચિંગ અને નોન ટીચિંગની ખાલી જગ્યાઓ ભલે વિઝિટિંગ પણ જે સ્ટુડન્ટ ફેકલ્ટી રેશિયો છે તે ઓછો કર્યો છે. નેક યુનિવર્સિટીના 29 પૈકી ગમે તે ભવનમાં ઇન્સ્પેક્શન કરવા ઈચ્છે તેથી તમામ ભવનમાં તૈયારી કરી છે.

60થી વધુ લોકો ભેગા ન કરવા NAACની સૂચના
નેકની ટીમે ઇન્સ્પેક્શન પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગાઈડલાઈન સ્વરૂપે કેટલીક સૂચનાઓ પણ આપી છે. તાજેતરમાં જ નેક તરફથી સત્તાવાર 18મીએ ઇન્સ્પેક્શનનો મેલ મોકલ્યો છે. આ ઉપરાંત કેમ્પસમાં કોઈપણ સાંસ્કૃતિક કે અન્ય કાર્યક્રમમાં 60થી વધુ લોકોને ભેગા નહીં કરવા પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો