• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Head Of ACP Nerajkot Central Jail, Who Went To Take The Statement Of The Accused, Said, "Know The Law First, Then Come."

કથિત તોડકાંડ મામલો:રાજકોટમાં 95 લાખના તોડકાંડ મામલે આરોપીનું નિવેદન લેવા ગયેલા ACPને મધ્યસ્થ જેલનાં વડાએ કહ્યું, ‘પહેલા કાયદો જાણો, પછી આવો’

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મધ્યસ્થ જેલ - ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મધ્યસ્થ જેલ - ફાઈલ તસવીર
  • ડી.જી.એ તપાસના આદેશ કર્યા છે છતાં આક્ષેપિતોને બચાવવાના જોરશોરથી પ્રયાસ

હત્યા કેસના આરોપી બુટલેગરને બચાવવા ડીસીબીએ રાહત આપ્યાના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ મામલાની તપાસ ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાને સોંપી હતી, રવિવારે એસીપી રાઠોડ રાજકોટ મધ્યસ્થ જેલે પહોંચ્યા હતા અને જેલમાં રહેલા અલ્તાફ ઉર્ફે છ આંગળીવાળાનું આ મામલે નિવેદન નોંધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જેલવડા બન્નો જોશીએ એસીપી રાઠોડને નિવેદન વગર જ રવાના કરી દીધા હતા,

આરોપીનું નિવેદન નોંધવા કોર્ટની મંજૂરી જરૂરી: જેલવડા
જેલવડા જોશીએ કહ્યું હતું કે, કેસ અન્ડર ટ્રાયલ હોવાથી આરોપીનું નિવેદન નોંધવા માટે કોર્ટની મંજૂરી આવશ્યક છે, કોર્ટની મંજૂરી વગર આરોપીને નિવેદન માટે કે અન્ય કોઇ બાબત માટે મળવા દઇ શકાય નહીં, મંજૂરી મેળવીને આવો ત્યારે નિવેદન માટેની વ્યવસ્થા કરી અપાશે તેવું કહી એસીપી રાઠોડને રવાના કરી દેવામાં આવ્યા હતા.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી થઈ શકે છે
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચ સામે કમિશનબાજીના આક્ષેપની ડી.જી.વિકાસ સહાય તપાસ કરી રહ્યા છે, કમિશનબાજીના પડઘાના ભાગરૂપે ક્રાઇમ બ્રાંચ અને એસઓજીના પીઆઇ તથા પીએસઆઇની બદલી કરી નાખવામાં આવી છે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની પણ બદલી તોળાઇ રહી છે, રાજ્યભરમાં રાજકોટ પોલીસને કાળી ટીલી લાગી છે, આવા સંજોગોમાં પણ 95 લાખના તોડ મામલામાં આક્ષેપિતો સામે તટસ્થ તપાસ કરીને રિપોર્ટ કરવાને બદલે આક્ષેપિતોને બચાવવા માટેના ખેલ શરૂ થઇ ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે, એસીપી રાઠોડ જે ઝોનના એસીપી છે બૂટલેગર અલ્તાફ પણ એજ વિસ્તારનો હોવાથી તેના પર દબાણ લાવવા એસીપી રાઠોડને નિવેદન માટે મોકલાયા હતા તેવી પણ ચર્ચાઓ શરૂ થઇ છે. આમ અનેક કાળી ટીલી લાગી હોવા છતાં પોલીસ કમિશનર અને કેટલા પોલીસ અધિકારી કાગળ પર ખોટું કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...