તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:હસ્તકલા સેતુ યોજના દ્વારા તાલુકાઓમાં વિસરાયેલી હસ્તકલાને ફરી જીવંત કરશે

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલના આંબરડીમાં સેમિનારનું આયોજન કરાયું, ગામની 28 મહિલા હાજર રહી, રોજગારીની મળશે તક

સમગ્ર રાજ્યમાં હસ્તકલાની મહત્ત્વતા દિન-પ્રતિદિન ઘટી રહી છે. ત્યારે ફરી આ વિસરાયેલી સંસ્કૃતિને જીવંત રાખવાના હેતુથી હસ્તકલા સેતુ યોજના દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં આ અંગે મહિલાઓમાં જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ સાબિત થઇ રહ્યું છે. એટલું જ નહિ મહિલાઓમાં જાગૃતતા આવે તે માટે નિ:શુલ્ક સેમિનારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી ગામની મહિલાઓને હસ્તકલા અંગેની ગંભીરતા સમજાઈ એટલું જ નહિ રોજગારીની પણ વિશેષ તક ઊભી થઇ શકે છે.

સરકાર દ્વારા આ ક્ષેત્ર માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. બીજી તરફ કુટીર ઉદ્યોગ સાથે જે મહિલાઓ સંકળાયેલી છે, તેને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. હસ્તકલામાં સરકાર હાલમાં ભરતકામ, મોચીકામ, ખાટલીવર્ક, વાંસ બનાવટ, મોતીકામ, પટારીવર્ક, હાથશાળ અને પટોળા વર્કમાં સંલગ્ન થતી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.વધુમાં હસ્તકલા સેતુ યોજનાના ગિરિશભાઈ જોશીએ માહિતી આપતા કહ્યું હતું કે, આ યોજના કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. જેમાં ગામડાંઓની મહિલાઓને જાગૃત કરવા માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનાર બાદ જે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બનવા ઈચ્છતા હોય તો તેમને 8 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે. હાલની સ્થિતિ પ્રમાણે અત્યાર સુધી જિલ્લાના 64 ગામમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગ રૂપે ગોંડલના આંબરડી ગામ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના આગેવાન મનોજભાઈ અકબરી દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને પોતાના ગામની મહિલાઓને સ્વાવલંબી બનાવાનો સંકલ્પ પણ લીધો હતો. આ તકે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પણ વિશેષ ધ્યાન આપી ગોંડલ તાલુકાને વિકસિત કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...