તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીતિમતાની કસોટી:ઓનલાઈન પરીક્ષામાં ચોરી ન કરે તે માટે વાલીને વિદ્યાર્થીની બાજુમાં બેસાડાયા

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારી દરમિયાન અત્યાર સુધી બાળકોને શિક્ષણ ઓનલાઈન પૂરું પાડ્યા બાદ હવે છ માસિક પરીક્ષા પણ ઓનલાઈન લેવાનું શરૂ કરાયું છે. શહેરની ધોળકિયા સ્કૂલ દ્વારા હાલ ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓની છ માસિક પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષા માટેના પ્રશ્નપત્ર બાળકને અગાઉથી જ મોકલી દેવામાં આવ્યા છે. દરરોજ જે વિષયની પરીક્ષા હોય તે વિષયના પેપર વાલીએ બાળકને આપવાના રહે છે. પરીક્ષા શરૂ થાય તે પહેલા દરેક બાળકે ઝૂમ એપના માધ્યમથી ઓનલાઈન જોડાય જવાનું રહે છે.

જેથી શાળાના શિક્ષકો પણ વોચ રાખી શકે, પરંતુ સૌથી મોટો પડકાર બાળક ઘેર બેઠા પરીક્ષા આપે ત્યારે તે પુસ્તકમાંથી જોઈને ન લખે કે પરીક્ષામાં ચોરી ન કરે તે માટે વાલીઓને પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીની બાજુમાં જ બેસવાનું જણાવાયું હતું અને પેપર લખાય ગયા બાદ વાલીએ તે ઉત્તરવહી સ્કૂલે પહોંચાડવાની રહે છે.અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, વિદ્યાર્થીને વાલી જ ચોરી નહીં કરાવે તેની ગેરન્ટી શું? કારણ કે, અહીંયા વાલીએ જ પરિક્ષક અને ઓબ્ઝર્વરની ભૂમિકા ભજવવાની હતી. અહીંયા દરેક પરિવારની નીતિમત્તાની પણ કસોટી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો