તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ બંધ:વાલીએ એડમિશન ફીનો વિરોધ કર્યો, રોઝરી સ્કૂલે વિદ્યાર્થીનું શિક્ષણ બંધ કર્યું

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીઈઓ, શિક્ષણ સચિવ, શિક્ષણમંત્રીએ ફરિયાદ ન સાંભળી

કોરોનાકાળમાં અનેક વાલીઓ ખાનગી શાળાની હેરાનગતિનો ભોગ બન્યા છે. સરકારે પરિપત્ર બહાર પાડી જાહેર કર્યું છે કે કોઈપણ સ્કૂલ માત્ર ટ્યૂશન ફી સિવાય અન્ય કોઈપણ પ્રકારની ફી વસૂલી શકશે નહીં છતાં શહેરની રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી રોઝરી સ્કૂલે વાલી પાસેથી એડમિશન ફી વસૂલતા વાલીએ સૌ પ્રથમ શાળાના પ્રિન્સિપાલને સગવડતા થયે ફી ભરી દેવા જણાવ્યું પણ ન માન્યા, ત્યારબાદ વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીને, રાજ્યના પ્રાથમિક અને માધ્યમિકના શિક્ષણ સચિવ વિનોદ રાવને અને શિક્ષણમંત્રી ઓફિસમાં પણ સ્કૂલ સામે ફરિયાદ કરી પરંતુ કોઈએ વાલીની ફરિયાદ ન સાંભળી અને આખરે શાળાએ બાળકનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેતા વિદ્યાર્થી હવે શિક્ષણ મેળવવાથી પણ વંચિત રહ્યા છે.

શિક્ષણ સચિવે કહ્યું, વારંવાર ફોન ન કરો

વાલી: વિનોદ રાવ સાહેબ વાત કરો છો? સચિવ: હા, બોલું છું. વાલી: સર આપને એક રજૂઆત કરવાની હતી. સચિવ: ક્યાં જિલ્લામાંથી બોલો છો? વાલી: રાજકોટથી, સરકારનો પરિપત્ર છે કે સ્કૂલે શિક્ષણ સિવાયની ફી ન વસૂલવી, છતાં શાળા વસૂલે છે. સચિવ: આપ મને ડિટેઇલ વોટ્સએપ કરો, વારંવાર ફોન ન કરો.

સ્કૂલ ફી ભરવા દબાણ કરે, નોટિસ મોકલે છે
સ્કૂલના પ્રિન્સિપાલને કહ્યું છે કે, વ્યવસ્થા થયે ફી ભરી દઇશું પરંતુ સ્કૂલના ગ્રૂપમાં અમને વારંવાર નોટિસ મોકલે છે, ફી ભરવા દબાણ કરે છે. શિક્ષણ સિવાયની ફી વસૂલાતી હોવાનો વિરોધ કરતા બાળકનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. > મુકુંદભાઈ રાવલ, વાલી

ઓનલાઈન શિક્ષણ ચાલુ કરી દીધું છે
વાલીએ અમને કોઇપણ પ્રકારની જાણ કરી નથી કે તેઓ ફી ક્યારે ભરશે, બાળકનું ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરી દેવા તેના ટીચરને સૂચના આપી છે. > રીટાબેન ત્રિવેદી, પ્રિન્સિપાલ, રોઝરી સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો