તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Grandson Stood In Line For 4 Hours So That The Grandfather Would Not Get In Trouble. If He Got Tired, He Fell Asleep On The Activa.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજને મૂડીની ચિંતા:દાદાને તકલીફ ન પડે તે માટે પૌત્ર 4 કલાક લાઈનમાં ઊભો રહ્યો, થાકી ગયો તો એક્ટિવા પર જ સૂઈ ગયો

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતીમાં એક કહેવત છે કે, મૂડી કરતા વ્યાજ વધુ વહાલું એટલે પિતાને તેના દીકરા કરતા તેનો પૌત્ર વધુ વહાલો હોય છે. પૌત્રની ખુશી માટે દાદા દરેક તકલીફ સહન કરી લેતા હોય છે. ત્યારે શનિવારે સિવિલ હોસ્પિટલમાં એક ઊલટો કિસ્સો જોવા મળ્યો હતો.

વૃદ્ધની તબિયત ખરાબ થતા તેને સારવાર માટે ખસેડવા પડે તેમ હતા. ત્યારે દાદાને લાઇનમાં ઊભા રહેવું ન પડે અને કોઈ તકલીફ ન પડે એ માટે પૌત્ર નિલે પરિવારને સામેથી કહ્યું કે, હું પહેલા એક્ટિવા લઈને જઈશ. જ્યારે વારો આવે ત્યારે તમને ફોન કરીશ તો તમે દાદાને લઇને પહોંચી જજો. બસ આટલું બોલીને પૌત્ર નિલ એક્ટિવા લઇને સવારે 8.30 કલાકે ઘરેથી નીકળી ગયો. ચૌધરી હાઈસ્કૂલમાં 9.00 કલાકે પહોંચ્યો. બપોરના 1 વાગ્યા સુધી તે સતત લાઈનમાં ઊભો રહ્યો, અસહ્ય તડકો હતો છતાં તેની કોઈ ચિંતા હતી નહીં. બસ મનમાં એક જ ચિંતા હતી કે દાદાને સમયસર સારવાર મળી રહે અને ઝડપથી તેનો વારો આવી જાય. બપોરના 1.00 કલાક સુધી તે લાઇનમાં ઊભો રહ્યો, થાકી જતા આખરે તે એક્ટિવા પર જ માથું રાખીને સૂઈ ગયો હતો.બપોરના 3.00 પછી તેના દાદાને સારવાર મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો