રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે પદવીદાન સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પદવીદાન સમારોહ યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ ઓનલાઈન યોજવામાં આવશે. જેમાં રાજ્યપાલ વર્ચ્યુઅલ શુભેચ્છા પઠાવશે. 19 ડિસેમ્બરના રોજ પદવીદાન સમારોહ યોજાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનાર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી
હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે તેવી જાહેરાત પણ કરી હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી BA,B.com, BSC સેમેસ્ટર 5 સહિતની 27 પરીક્ષા શરૂ થવાની હતી તે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિ.એ 1 ડિસેમ્બરથી શરૂ થતી BA, B.com., BSC સેમ.5 સહિતની 27 પરીક્ષા મોકૂફ રાખી
કેટલીક કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ મોડું શરૂ થયું હતું
ઉલ્લેખનીય છે કે હાલ કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરાય ચૂક્યા છે. તો કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને તારીખ અને સમય પણ આપી દેવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખ પાછી ઠેલાતા કેટલાક વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હોવાનું પણ સામે આવ્યું છે. કારણ કે સતત કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે કેટલીક કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ મોડું શરૂ થયું હતું. જેના કારણે કેટલીક કોલેજો દ્વારા સમયસર અને પદ્ધતિસર વિદ્યાર્થીઓને સેમસ્ટરમાં આવતા વિષયોનું પુરતું જ્ઞાન ન આપ્યું હોવાની પણ ફરિયાદો ઉઠતી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.