મહોત્સવનું કાલે સમાપન::રાજ્યપાલ આજે સરધારધામમાં હોસ્ટેલનું ભૂમિપૂજન કરાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહોત્સવનું કાલે સમાપન: આજે ફૂલડોલોત્સવ, રાસોત્સવ, રાત્રે કીર્તન સંધ્યા

સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. તારીખ 17મીને શુક્રવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરધાર મહોત્સવમાં પધારવાના છે અને તેમના હસ્તે જ આગામી દિવસોમાં નિર્માણ પામનારી 2 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી હોસ્ટેલનું ભૂમિપૂજન કરાશે. આજે મહોત્સવના સાતમા દિવસે સવારે 10 વાગ્યે ફૂલડોલોત્સવ, સવારે 10.30 કલાકે રાસોત્સવ, રાત્રે 9 વાગ્યે કીર્તન સંધ્યાનું આયોજન કરાયું છે. મહોત્સવમાં રાજ્યભરમાંથી ભાવિકો સરધારધામ આવ્યા છે અને 8 દિવસીય મહોત્સવનો લહાવો લીધો છે.

સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના સાતમા દિવસે 2000 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહી શકે તેવી ભવ્ય 3 સ્ટાર હોસ્ટેલનું ભૂમિપૂજન મહોત્સવના અધ્યક્ષ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા નિત્યસ્વરૂપસ્વામીજીના વરદ હસ્તે થયું અને આવતી કાલે મહામહિમ રાજ્યપાલ પુષ્પાર્પણ કરવા પધારશે. સરધાર મંદિરમાં નિર્માણ થનાર આ હોસ્ટેલમાં 2000થી ઉપરાંત વિદ્યાર્થીઓ રહી શકે તે માટે 3 સ્ટાર સુવિધાઓ થશે જેવી કે ત્રણ ટાઈમ જમવાની સુવિધા, લોન્ડ્રી, કમ્પ્યૂટર લેબ, લાઈબ્રેરી, જિમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપરાંત મંદિરની નિશ્રામાં સંતોનો સમાગમ તેમજ સંસ્કારનું સિંચન થશે.

હાલમાં સરધાર મંદિરમાં 1000 ઉપરાંત વિદ્યાર્થીઓ હોસ્ટેલ સુવિધાનો લાભ વિનામૂલ્યે લઇ રહ્યા છે અને હવે સ્વામીજીના દૃઢ સંકલ્પ અને માર્ગદર્શન અનુસાર આ સમાજ કલ્યાણલક્ષી સુવિધાનો લાભ વધુ ને વધુ લોકો લઇ શકે અને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી શકે એ હેતુથી 2000 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...