નવી મુસીબત:સરકારની નવી SOPથી રાજકોટમાં પાર્ટીપ્લોટ-હોલના સંચાલકોને ગ્રાહકો લગ્નના બુકિંગ કેન્સલ કરવા વિચારણા કરતા હોવાના ફોન કરવા માંડ્યા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં પાર્ટીપ્લોટ અને હોલમાં લગ્નના બુકિંગ કેન્સલ કરવા ગ્રાહકો વિચારણા કરતા હોવાના ફોન કરી રહ્યા છે. - Divya Bhaskar
રાજકોટમાં પાર્ટીપ્લોટ અને હોલમાં લગ્નના બુકિંગ કેન્સલ કરવા ગ્રાહકો વિચારણા કરતા હોવાના ફોન કરી રહ્યા છે.
  • 15થી 30 જાન્યુઆરી સુધીમાં 30 ફંક્શન બુકિંગ થયા, 4 કેન્સલ થવાની શક્યતાઃ ઘંટેશ્વર પાર્કના મેનેજર

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જેમાં સામાજિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોની અંદર 400 લોકોની સંખ્યા ઘટાડીને 150 કરી દેવામાં આવી છે. સરકારના આ નિયંત્રણનાં નિર્ણયથી બે દિવસ બાદ શરૂ થતી લગ્નસરાની સિઝનમાં અનેક ધંધાર્થીઓને આર્થિક નુકસાન થવાનું સામે આવી રહ્યું છે. નવી ગાઇડલાઇનના પગલે પાર્ટીપ્લોટના સંચાલકોને ગ્રાહકો લગ્ન કેન્સલ કરવા વિચારણા કરતા હોવાના ફોન કરવા માંડ્યા છે. ક્યાંક સંખ્યા માર્યાદિત કરવામાં આવી રહી છે.

30 ફંક્શનના બુકિંગમાં 4 કેન્સ થઇ શકેઃ ઘંટેશ્વર પાર્કના મેનેજર
રાજકોટ-જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાર્કના મેનેજર કરણસીંગ જણાવ્યું હતું કે, 15થી 30 જાન્યુઆરી દરમિયાન 30 જેટલા ફંક્શન બુકિંગ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમથી જ 300થી 400 માણસોની મર્યાદા સાથે બુકિંગ કરવામાં આવ્યા હતા. નવી ગાઇડલાઇન આવતાની સાથે જ કસ્ટમરના ફોન આવવાના શરૂ થયા છે. જેમાં 3થી 4 કસ્ટમર બુકિંગ કેન્સલ કરવા વિચારણા કરી રહ્યા છે. જ્યારે બાકીના લોકોએ માણસો નિયંત્રણ માટે સંખ્યામાં ઘટાડો કરી 150 લોકોના બુકિંગ કરાવવા શરૂ કરી દીધું છે.

ઘંટેશ્વર પાર્કના મેનેજર કરણસીંગે કહ્યું- બુંકિંગ કેન્સ કરવા વિચારણા કરતા હોય તેવા ગ્રાહકોના ફોન આવે છે.
ઘંટેશ્વર પાર્કના મેનેજર કરણસીંગે કહ્યું- બુંકિંગ કેન્સ કરવા વિચારણા કરતા હોય તેવા ગ્રાહકોના ફોન આવે છે.

30 ફંક્શન પર લગભગ 40 લાખનો ફટકો પડશે
વધુમાં જણાવ્યું હતું કે, આમ જાન્યુઆરી મહિનાની અંદર અમારે ત્યાં 30 ફંક્શન પર લગભગ 40 લાખનો ફટકો પડશે અને ફેબ્રુઆરીમાં પણ આ ગાઇડલાઇન રહેશે તો અંદાજે એક કરોડનો ફટકો પડી શકે તેમ છે. અગાઉની અમારી તૈયારી 400 લોકોને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી. એ પ્રકારે મેનેજમેન્ટ સ્ટાફ સહિત તૈયારી કરવામાં આવી હોય જે બધું બદલતા તેમાં આર્થિક ફટકો પડતો હોય છે.

જાન્યુઆરી મહિનામાં 500થી વધુ લગ્નના બુકિંગ
રાજકોટ સહિત રાજ્યના 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લદાતા રાત્રિ લગ્ન આયોજનમાં પણ કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું છે. આગામી 14 જાન્યુઆરી બાદ કમુરતા ઉતરતાની સાથે જ લગ્નસરા સિઝન શરૂ થવા જઇ રહી છે. 150 લોકોની જ છૂટ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાયકારને ફરી મોટો ફટકો પડવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં આગામી લગ્નસરાની સિઝન દરમિયાન જાન્યુઆરી મહિનામાં લગભગ 500થી વધુ લગ્નના બુકિંગ થયા છે. મોટાભાગના પરિવારોએ લગ્ન પ્રસંગની ઝાકમઝોળ ટૂંકાવીને હવે સાદાઈથી જ લગ્ન કરવાનો નિર્ણય લેતાં તેની સીધી અસર વેડિંગ ઇન્ડસ્ટ્રીઝના ધંધાર્થીઓ પર પડી છે.