તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:યુનિવર્સિટીમાં મંજૂર મહેકમથી વધારાના સ્ટાફની ગ્રાન્ટ સરકાર નહીં ચૂકવે!

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુનિવર્સિટીઓમાં નિયમ વિરુદ્ધ કરેલી ભરતીથી સરકાર નારાજ: જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવા પરિપત્ર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના મંજૂર મહેકમથી વધારાના ટીચિંગ-નોન ટીચિંગની ભરતી કરવા સામે રાજ્ય સરકારે નારાજગી દર્શાવી છે અને ખાસ પરિપત્ર કરી જણાવ્યું છે કે સરકારના મહેકમ સિવાયના સ્ટાફના પગાર-ભથ્થાની સરકાર હવે ગ્રાન્ટ નહીં ચૂકવે. આ પ્રકારે નિયમ વિરુદ્ધ નિમણૂક કરનાર અને અનિયમિતતા દાખવનાર કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવા શિક્ષણ વિભાગે ખાસ પરિપત્ર કરી આદેશ આપ્યા છે.

શિક્ષણ વિભાગે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે જે પણ યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારની મંજૂરી સિવાય મંજૂર મહેકમથી વધારાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ/અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે તેમજ યુનિવર્સિટીઓની આ પ્રકારની ભૂલના કારણે રાજ્ય સરકાર ઉપર વળતરનું, પગાર-ભથ્થાનું, પેન્શનનું ભારણ આવે છે. તેવા તમામ કિસ્સામાં પગાર-ભથ્થા અને પેન્શનની ગ્રાન્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાની તેમજ અત્યાર સુધી ચૂકવાયેલ તમામ રકમની ગણતરી કરીને તે રકમ યુનિવર્સિટીને ફાળવવામાં આવનાર ગ્રાન્ટમાંથી સરભર કરવાની રહેશે. વધુમાં આ પ્રકારે નિયમ વિરુદ્ધની નિમણૂક કરનાર અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા તાકિદ કરાઈ છે.

સૌરાષ્ટ્ર યુનિ.માં અનેક ભરતી નિયમ વિરુદ્ધ!
રાજ્ય સરકારના મંજૂર મહેકમ સિવાયની ભરતી સામે શિક્ષણ વિભાગે ધોકો પછાડ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સરકારના મંજૂર મહેકમ સિવાય ચારથી પાંચ એવી કાયમી ભરતી નિયમ વિરુદ્ધ કરવામાં આવી છે. આ મુદ્દે તાજેતરમાં મળેલી સિન્ડિકેટની મિટિંગમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ નિયમ વિરુદ્ધ ભરતી કરનાર સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારની સૂચના મુજબ શિક્ષાત્મક પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો