તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Government Will Have To Pay Rs 1 Crore More A Year To Increase The Price Of Narmada Nir, An Additional Cost Of Rs 18 Crore To Manpa Every Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂકવવાપાત્ર રકમ:સરકારે નર્મદાનીરના ભાવ વધારતા વર્ષે રૂપિયા 1 કરોડ વધુ ચૂકવવા પડશે, વર્ષે મનપાને 18 કરોડથી વધારાનો ખર્ચ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકા દૈનિક 8 કરોડ લિટરથી 11 કરોડ લિટર નર્મદાનીર રાજ્ય સરકાર પાસે પ્રતિ 1 હજાર લિટરના રૂ.6 લેખે ખરીદી કરે છે. હાલ આજી, ભાદર અને ન્યારી ડેમમાં પૂરતું પાણી હોવાથી દૈનિક 8 કરોડ લિટર પાણી નર્મદાનું આવી રહ્યું છે. સરકારે નર્મદાના પાણીના ભાવમાં રૂ.0.38 પૈસાનો વધારો કરતા રાજકોટ મહાનગરપાલિકાને વર્ષે 1 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડશે.

રાજ્ય સરકાર પ્રતિ એક હજાર લિટર નર્મદાનીરનો ભાવ રૂ.6 વસૂલાય છે અને એક એમએલએડી (10 લાખ લિટર)નો ભાવ રૂ.6 હજાર વસૂલવામાં આવે છે. નિગમ સાથે રાજકોટ મહાપાલિકાનો પ્રતિ દિવસ દીઠ 110 એમએલડી નર્મદાનીર મેળવવાનો કરાર છે, પરંતુ હાલમાં જળાશયોમાં પૂરતી માત્રામાં પાણીની ઉપલબ્ધિ હોય હાલ દૈનિક સરેરાશ 80 એમએલડી નર્મદા નીર મેળવવામાં આવે છે. અંદાજે 8 કરોડ લિટર પાણી મેળવાય છે જેનું પ્રતિ દિવસનું બિલ રૂ.4.80 લાખ થાય છે. તાજેતરમાં નર્મદાનીરના ભાવમાં 38 પૈસાનો વધારો કરવામાં આવતા હવેથી પ્રતિ દિવસનું બિલ રૂ.5.10 લાખ થશે. આ મુજબની ગણતરીએ આગામી એપ્રિલ મહિનાથી દર મહિને નર્મદાનીરના બિલ પેટે રૂ.1.53 કરોડ ચૂકવવાના થશે અને તે મુજબ વર્ષે કુલ રૂ.1 કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો