તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારી:સરકારને ગામડે સીસી સેન્ટર ખોલવા છે પણ કઇ આપવું નથી

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાદલા, દવા, ભોજન, પીવાનું પાણી, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા અંગેનું આયોજન હજુ પણ નિર્ધારિત નથી

ગામો-ગામ કોરોનાની ચેઈન તોડવી એ સરકારનો લક્ષ્ય છે, ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇ દરેક ગામમાં સીસીસી કેન્દ્ર ઊભા કરવા પણ જણાવ્યું છે, જે કામ અગામી 2 દિવસમાં પૂર્ણ કરવા માટે તાકીદ પણ કરવામાં આવી છે. એક તરફ જે યોજના અમલી બનાવી છે તે સારી છે, પરંતુ બીજી તરફ જે નક્કર આયોજન થવું જોઈએ તે માટે તંત્ર હજુ અસમંજસની સ્થિતિમાં છે. જેમાં સીસીસી કેન્દ્રો ઊભા કરવા માટેનો ખર્ચ કોણ ભોગવશે, શું લોકભાગીદારીથી થનારા કામમાં લોકો સાથ આપશે, શું હળવા કોવિડ લક્ષણ ધરાવતા લોકો સીસીસી કેન્દ્રોમાં જશે? જે અંગે હાલ ગંભીર વિચારણા પણ થઇ રહી છે.

સરકારનો મુખ્ય હેતુ આ યોજના પાછળ એ છે કે, ગામમાં વસતા લોકોમાં જે સંક્રમણ છે તેનાથી લોકો ઘરમાં ન રહે અને સીસીસીમાં રહે જેથી સંક્રમણ અટકાવી શકાય. સીડીએચઓ નિલેશ શાહ સાથે વાતચીત દરમિયાન એ વાત સામે આવી હતી કે, ગાદલા, ભોજન, પીવાનું પાણી, ડોક્ટર, નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા અંગે પણ હજુ તંત્ર દ્વારા કોઈ નિર્ણય કે આયોજન કરવામાં આવ્યું નથી, સાથોસાથ રાજ્યમાંથી પણ આ અંગેનો નિર્ણય કે હુકમ કરવામાં આવ્યો નથી, જેથી આ મુદ્દે ગામના લોકો સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

તાજેતરમાં જ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ગામના સરપંચ સાથે વિડિયો કોન્ફરન્સ કરી હતી જેમાં સરકારના માર્ગદર્શન મુજબ સરપંચો પોતાના ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરે તેવું કહ્યું હતુ. જેના પગલે સરપંચોએ પ્રશ્ન કર્યો હતો કે સેન્ટર શરૂ કરવા માટે જરૂરી સામગ્રી ક્યાંથી આવશે? તો તેનો કોઇ જવાબ આપ્યો ન હતો.

ગામના આગેવાનોનો સુઝાવ લઇ કાર્ય આગળ વધારાશે: સીડીએચઓ શાહ
સીડીએચઓ નિલેશ શાહ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, તેને ધ્યાને લઇ આયોજનને સફળ કેવી રીતે બનાવું તે અંગે ગામના આગેવાનો અને સરપંચો સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ આ તકલીફનું નિવારણ લાવવા વિજય નેહરા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાતચીત કરવામાં આવી હતી.

અને જણાવ્યું હતું કે આ વ્યવસ્થા આગામી 2 દિવસમાં જ પૂર્ણ થવી જોઈએ. સાથો સાથ જે લોકો હોમ અઈસોલેટ થયેલા છે અને સીસીસી કેન્દ્રો પર આવશે, ત્યારે તેમની દેખરેખ ગામના સરપંચ અને આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર દ્વારા કરવામાં આવશે. આ યોજના લોકભાગીદારીથી કરવા જણાવાયું છે, પણ લોકોને રાજી કરવા તે પણ એક મોટો પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો