રાહત:ગોકાણી પરિવારે રતનપર સ્થિત ગાયત્રી ગૌ સેવા આશ્રમ ગૌશાળાને ગમાણની સુવિધા ઉભી કરી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રતનપર ગાયત્રીધામ ગૌ સેવા આશ્રમ (ગૌશાળા) ખાતે ગોકાણી પરિવાર તરફથી ગાયોને સુવિધા હેતુ ગમાણ બનાવવામાં આવ્યું હતું. ભાવનાબેન અને ઇલાબેન અને હાના, શાન તથા ગોકાણી પરિવારના આર્થિક સહકારથી ગમાણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અબોલ જીવો પ્રત્યેની કરૂણાને ધ્યાનમાં રાખી ગોકાણી પરિવાર તરફથી ગૌ શાળામાં આ સુવિધા ઉભી કરવામાં આવી હતી. ગોકાણી પરિવારની અા સેવાને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન અને રાજકોટના ગૌ શુભેચ્છોએ બિરદાવી અન્યોને પ્રેરણા લેવા માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...