રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના સ્ટાફની સતર્કતાના કારણે ગુમ થયેલી સગીર બાળકીને છૂટા પડેલા સ્વજનો સાથે મેલવવામાં આવી હતી. આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે, 13 વર્ષની બાળકી બપોરે 01:00 વાગ્યે રાજકોટ સ્ટેશન પર આવેલી ઈન્કવાયરી ઓફિસમાં દિલ્હીની ટિકિટ લેવા માટે આવી હતી. બાળકીની હાલત અને હાવભાવ જોઈ ફરજ પરની રિઝર્વેશન સુપરવાઈઝર જીજ્ઞાબેન ઉપાધ્યાય ને શંકા ગઈ અને તેણે તાત્કાલિક આ બાળકી વિશે ચાઈલ્ડ હેલ્પ લાઈનના સ્ટાફને જાણ કરી હતી.
બાળકીને તેના પિતા અને દાદીને સોંપવામાં આવી
આ તપાસ દરમિયાન ચાઈલ્ડ હેલ્પલાઈને જાણવા મળ્યું કે બાળકી ઘરેથી એકલી નીકળી ગઈ હતી અને તેના માતા-પિતાને પણ ખબર નહોતી. ચાઈલ્ડ હેલ્પલાઈન સ્ટાફે બાળકીના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ RPF રાજકોટના સબ ઈન્સ્પેક્ટર નાઝનીન મન્સૂરી અને ચાઈલ્ડલાઈન કો-ઓર્ડિનેટર નિરાલી રાઠોડ દ્વારા બાળકીને તેના પિતા અને દાદીને સોંપવામાં આવી હતી.
રાજકોટની યુવતીએ UPSCની પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી
તાજતેરમાં લેવાયલેય UPSCની પ્રિલિમ્સમાં રાજકોટની નિલમ અશોકકુમાર ગંગવાણીએ UPSCની પ્રિલિમ્સની પરીક્ષાને પાસ કરી છે અને મેઇન્સ માટે સિલેક્ટ થઈ છે. આ અંગે તેણે મીડિયાને જણવ્યું હતું કે, હું IPS અધિકારી બનવા માંગુ છું. જેથી હું મહિલાઓના વિકાસ માટે કાર્ય કરીશ. આ ઉપરાંત દેશના નબળા વર્ગોની હું સેવા કરવા માંગુ છું. આ પરીક્ષા માટે હું 3 વર્ષથી તૈયારી કરી રહી હતી. અને દૈનિક 16 કલાક વાંચન કરતી હતી. હાલમાં હું દિલ્હી સ્થિત વજીરામ એન રવિ સંસ્થામાં અભ્યાસ કરી રહી છું. નોંધનીય છે કે, UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના પ્રિલિમ્સ માટે પરિણામ જાહેર થયા છે. જ્યાં પ્રિલિમ્સ 2022 સિવિલ સર્વિસિસ (IAS, IPS, IFS) માટે 11 લાખ લોકોએ અરજી કરી હતી અને લગભગ 8 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં મેઇન્સ માટે માત્ર 12500 ઉમેદરવારો સિલેક્ટ થયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.