લગ્નની લાલચે અપહરણ:તરુણીને ભગાડનાર શાપરથી પકડાયો, દુષ્કર્મ કર્યાની કેફિયત

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ તાલુકાના લોઠડા ગામેથી બાર દિવસ પહેલા તરુણીને ભગાડી જનાર યુવાનને ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં શારીરિક સંબંધ બાંધ્યાની કેફિયત આપતા પોલીસે પોક્સો, દુષ્કર્મની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરી છે.

લોઠડા ગામેથી ગત તા.1ની બપોરે 14 વર્ષની તરુણી ઘર પાસેથી ગુમ થઇ ગઇ હતી. સાત દિવસની શોધખોળ બાદ પુત્રીને ગામનો જ હરેશ જેરામ મેણિયા નામનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની માહિતી મળી હતી. હરેશના ઘરે તપાસ કરતા તે ત્યાં મળી આવ્યો ન હતો. તેમજ તેનો મોબાઇલ પણ બંધ આવતો હોય હરેશ જ પુત્રીને ભગાડી ગયો હોવાની દૃઢ શંકા થતાં આજી ડેમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ તપાસમાં તરુણીને તેના પરિવારે મોબાઇલ સાથે પકડી હતી. તે સમયે તરુણીએ તે હરેશ સાથે મોબાઇલ પર વાત કરતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે હરેશના ઘરે તપાસ કર્યા બાદ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે હરેશ અને તરુણી શાપરમાં ભાડાની ઓરડીમાં રહેતો હોવાની કોન્સ.કુલદીપસિંહ, કોન્સ.જયપાલભાઇને માહિતી મળી હતી. જેથી તુરંત ટીમ શાપર દોડી જઇ તરુણી સાથે હરેશને પકડી પાડ્યો હતો. બંનેને રાજકોટ લઇ આવ્યા બાદ પૂછપરછ કરતા હરેશે તરુણી સાથે શારીરિક સંબંધ બાંધ્યાની કેફિયત આપી હતી. જેથી પોલીસે બંનેને તબીબી પરીક્ષણ કરાવ્યા હતા. જેમાં તરુણી સાથે દુષ્કર્મ થયાનું જાણવા મળતા પોલીસે હરેશ સામે પોક્સો તેમજ દુષ્કર્મની કલમનો ઉમેરો કરી ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...