રક્તદાન:યુવતીએ પોતાના લગ્નમાં રક્તદાન કેમ્પ કરવા કહ્યું, પિતાએ વાતને વધાવી લીધી, દીકરીની રક્તતુલા કરશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીને મદદરૂપ બની લગ્ન પ્રસંગને યાદગાર બનાવશે, 500 બોટલ રક્ત એકત્રિત થવાની સંભાવના
  • એકત્રિત રક્ત રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીને અપાશે, પરિવારના સભ્યો ખુદ રક્તદાન કરશે

રાજકોટના ઘાટલીયા પરિવારે દીકરીના લગ્ન નિમિત્તે રક્તતુલા કરીને પ્રસંગને યાદગાર બનાવશે. ઉર્વશી ઘાટલિયા ફાર્માસ્ટિસ છે. 13 નવેમ્બરના રોજ તેના લગ્ન છે. થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને સિવિલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી અને ઝડપી બ્લડ મળી રહે તે માટે ઉર્વશીએ લગ્નમાં બ્લડ ડોનેશન કરવાની વાત પરિવારજનો સમક્ષ મૂકી હતી.

પિતા નીતિનભાઈ ઘાટલિયા અને સમગ્ર પરિવારજનોએ આ વાતને વધાવી લીધી. અન્ય લોકોને પ્રેરણા મળે તે માટે ઘાટલિયા પરિવારે દીકરીની રક્તતુલા કરવાનો નિર્ણય લીધો. બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 500 બોટલ રક્ત એકત્રિત થાય તેવી સંભાવના છે. ઉર્વશી જણાવે છે કે, આ પ્રેરણા તેને પોતાના સૌથી મોટી દીકરી છે. શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થા સેવા ગ્રૂપના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાશે. જે રક્ત એકત્રિત થશે તે રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અપાશે.

સિવિલમાં સૌથી વધુ 2018માં 1181 મહિલાએ રક્તદાન કર્યું,5 વર્ષમાં મહિલા રક્તદાતાની સંખ્યા 4258 થઇ
રાજકોટ : છેલ્લાં 5 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં 4 હજારથી વધુ મહિલાઓએ રક્તદાન કર્યું છે. જેમાં પહેલી લહેર કરતા બીજી લહેરમાં રક્તદાન કરનારી મહિલાઓની સંખ્યા 250થી વધુ છે. 2017થી 2022માં સૌથી વધુ મહિલા રક્તદાતાની સંખ્યા 2018માં 1181 નોંધાઈ છે. 2017માં 599, 2019માં 877, 2020માં 496, 2021માં 746 મહિલાએ રક્તદાન કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર 2022 સુધીમાં 359 મહિલા રક્તદાતાની સંખ્યા નોંધાઇ છે. લાઈફ બ્લડ બેંકના ડેપ્યુટી મેડિકલ ડાયરેક્ટર ડો. સૃહા ધોળકિયા જણાવે છે કે, બ્લડ બેંકમાં વર્ષ 2017માં રક્તદાન કરનારી મહિલાઓની હિસ્સેદારી 1.5 ટકા હતી. જ્યારે 2022 સુધીમાં આ પ્રમાણ વધીને 2.4 ટકાએ પહોંચ્યું છે. મહિલાઓને રક્તદાન કરવું હોય છે

પરંતુ હીમોગ્લોબિન ઓછું હોવાને કારણે, ગર્ભાવસ્થા, બીપી-ડાયાબિટીસ તેમજ ઓછા વજન સહિતના અન્ય કારણોસર તેઓને ના પાડવી પડે છે. જેનું પ્રમાણ 6.50 ટકા જેટલું છે. શિક્ષણ અને જાગૃતિને કારણે મહિલાઓમાં રક્તદાનનો ડર અને ગેરમાન્યતા હતી તે દૂર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...