પોલીસ ફરિયાદ:જુગારી પતિને જમવાનું કહેતા, તું મને મારી નાંખીશ કહી પત્નીનું માથું ફોડ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં માર મારવાના અને ધમકી આપવાના ચાર બનાવ

શહેરની ભક્તિનગર સોસાયટી-5માં રહેતા હંસાબેન કુંવરજીભાઇ ટાંક નામના વૃદ્ધા માથામાં તેમજ હાથે-પગે ઇજાની હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે વૃદ્ધાની પૂછપરછ કરતા તેના પતિ કુંવરજી ગોવિંદભાઇ ટાંકે માર મારી ઇજા પહોંચાડ્યાનું જણાવ્યું હતું. પતિને જુગાર રમવાની ટેવ હોય મંગળવારે જુગારમાં નાણાં હારી ગયા બાદ સાંજે ઘરે આવ્યા હતા.

પતિને જમવા બેસવાનું કહેતા તે ઉશ્કેરાય ગયા હતા અને તું મને જમવામાં કાંઇક નાખીને મારી નાંખીશ તેમ કહી માર માર્યાનું વૃદ્ધાએ જણાવ્યું હતું. બીજા બનાવમાં મોબાઇલની લેતીદેતીમાં હુડકો ચોકડી, રામનગર-1માં રહેતા પરેશભાઇ ધીરૂભાઇ વેકરિયાએ પ્રવીણ પરશુરામ પાટીલ અને દેવીદીન નરેશ નિશાદ નામના શખ્સોએ ઝઘડો કરી લોખંડના તાવાથી માર મારી ઇજા પહોંચાડી છે.

ત્રીજા બનાવમાં જામનગર રોડ, તોપખાના લાઇનમાં રહેતા ફરદ્દીન સેજાદખાન પઠાણની માતા સાથે અગાઉ બોલાચાલી કરનાર સાહિલ ઉર્ફે ભૂરો ઝાલાએ તે બનાવનો ખાર રાખી હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ધમકી દેવાના બનાવમાં રૈયા રોડ, તિરુપતિ-6માં રહેતા રાજુ અરજણભાઇ બાંભવા નામના યુવાને તેના નાના ભાઇ તુષાર સામે ગાળો આપી મારી નાંખવાની ધમકી આપ્યાની.

જ્યારે નાનાભાઇ તુષારે પણ મોટાભાઇ રાજુ સામે ગાળો દઇ ધમકી આપ્યાની ગાંધીગ્રામ તેમજ ગાંધીગ્રામ, મહાવીરનગર-3માં રહેતા મંજુબેન શંકરભાઇ આર્યતર નામના વૃદ્ધાને તેની પૌત્રીના પતિ સંજયે ફોન પર ગાળો ભાંડી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પૌત્રીનો પતિ ઝઘડાઓ કરતો રહેતો હોય મકાન ખાલી કરાવ્યું હતું. જેનો ખાર રાખી ધમકી આપ્યાનું વૃદ્ધાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

બેકાર પતિ દારૂ પીને શંકા કરી ત્રાસ આપતા હોવાની પત્નીની ફરિયાદ
ભગવતીપરામાં છેલ્લા અઢી મહિનાથી માવતરે રહેતી રૂકસાનાએ જામનગરના ધરાનગરમાં રહેતા પતિ સમીર, સાસુ મેમુનાબેન અને સસરા હુશેનભાઇ ઇમામસા દીવાન સામે ફરિયાદ નોંધાવી છે. તેના લગ્ન સમીર સાથે 15 વર્ષ પહેલા થયા છે. લગ્ન જીવન દરમિયાન બે સંતાન છે. લગ્નના બે વર્ષ બાદ કોઇ કામ ધંધો નહિ કરતા પતિને ઘરખર્ચ દેવાની વાત કરું તો તે ગાળો આપી ઝઘડો કરતા હતા.

સાસુ પણ મેણાં મારતા અને તારો પતિ કંઇ કામ કરતો નથી તમે બંને અલગ રહેવા જતા રહો કહી ઝઘડો કરતા રહેતા હતા. બાદમાં અલગ રહેવા જતા રહ્યા બાદ પણ પતિ કંઇ કામ ધંધો કરતો નહિ અને સંતાનોની જવાબદારી પણ લેતો ન હોવાથી માવતરે પોતે જતી રહી હતી. પાંચ વર્ષ રિસામણે રહ્યા બાદ પરત સાસરે લઇ ગયા હતા. થોડા સમયબાદ પતિએ દારૂ પીને ત્રાસ આપવાનું શરૂ કરતા પોતે માવતર આવી ગઇ હતી અને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...