તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ફરાર કેદી પોલીસને જોઇ ભાગ્યો, જો કે અગાશી પરથી પકડાઇ ગયો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગાંધીગ્રામ વિસ્તારમાં 5 વર્ષ પહેલા નિવૃત્ત PSIના પુત્રની હત્યા કરી હતીગાંધીગ્રામ વિસ્તારમાં 5 વર્ષ પહેલા નિવૃત્ત PSIના પુત્રની હત્યા કરી હતી

રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા પાકા તેમજ કાચા કામના કેદીઓને કોરોનાની મહામારીને ધ્યાને રાખી વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ વચગાળાના જામીન મેળવી જેલ બહાર આવેલા કેદીઓની સમયમર્યાદા પૂરી થઇ જવા છતાં પરત જેલમાં આવવાને બદલે નાસતા ફરતા હતા. દરમિયાન આવા ફરાર કેદીઓને પકડવા શહેર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડને કામે લગાડતા એક પછી એક ફરાર કેદીઓ સકંજામાં આવવા લાગ્યા હતા.

ત્યારે આવા જ એક બનાવમાં હત્યા કેસમાં જેલમાં રહેલા કાચા કામનો કેદી ચૈતન્ય ઉર્ફે ચેતન ગિરીશ ચૌહાણને ગત મે મહિનામાં 14 દિવસના વચગાળાના જામીન પર છોડવામાં આવ્યો હતો. બાદમાં જૂન મહિનામાં પરત જેલમાં આવવાને બદલે તે નાસતો ફરતો હતો. ત્યારે નવ મહિના સુધી ભાગતો ફરતો કેદી ચૈતન્ય ઉર્ફે ચેતન તેના કોઠારિયા રોડ, ગોકુલપાર્ક-2માં આવેલા રહેણાક મકાનની અગાશી પર સૂતો હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડને માહિતી મળી હતી.

જેથી તુરંત એક ટીમ કેદી ચૈતન્યના ઘરે દોડી ગઇ હતી. ખરાઇ કર્યા બાદ અગાશી પર પહોંચતા જ ચૈતન્ય પોલીસને જોઇ ભાગ્યો હતો, પરંતુ તૈયારી સાથે ગયેલી ટીમના કોન્સ મહમદઅઝરૂદ્દીન એસ.બુખારીએ પીછો કરી અન્યની અગાશી પરથી પકડી પાડી પરત જેલહવાલે કર્યો છે. જેલહવાલે થયેલો ચૈતન્ય દોઢસો ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોકમાં ઘડિયાળની લે-વેચના પૈસાના મુદ્દે નિવૃત્ત પીએસઆઇના પુત્ર ધર્મેશ રમેશદાન ગઢવીની હત્યા કરી હતી. ચૈતન્ય સોનુ ડાંગરનો સાગરીત હોય અન્ય ગુના પણ તેની સામે નોંધાયા છે. ફરાર સમય દરમિયાન આરોપી ક્યાં ક્યા સ્થળો પર રોકાયો હતો તેની પોલીસ તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો