તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખૂનની કોશિશમાં સંડોવાયેલો ફ્રૂટનો ધંધાર્થી પિસ્તોલ સાથે ઝડપાયો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નુરાનીપરાના ઇસમને માલધારી ફાટક પાસે પોલીસે હથિયાર સાથે પકડ્યો

શહેર પોલીસે વધુ એક ઇસમને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો હતો. અગાઉ હત્યાની કોશિશ સહિતના ગુનામાં સંડોવાયેલા નુરાનીપરાના ઇસમને માલધારી ફાટક નજીકથી પોલીસે પિસ્તોલ સાથે ઝડપી લઇ હથિયારના સપ્લાયરની શોધખોળ શરૂ કરી હતી. નુરાનીપરામાં રહેતા ઇરફાન સતાર કુરેશી હથિયાર સાથે માલધારી ફાટક નજીક હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ રબારી અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા સહિતનો સ્ટાફે દોડી જઇ ઇરફાન કુરેશીને સકંજામાં લીધો હતો.

તેની પાસેથી દેશી બનાવટની રૂ.10 હજારની કિંમતની પિસ્તોલ મળી આવી હતી.ફ્રૂટની લારી ચલાવતા ઇરફાને અગાઉની માથાકૂટ ચાલતી હોય હથિયાર રાખ્યાનું રટણ રટ્યું હતું. કબજે થયેલું હથિયાર કોની પાસેથી ખરીદાયું છે તે અંગે પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો