તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેરીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ:જે જમીનના મુદ્દે ફિનાઇલ પીધું હતું તે ચારેયનો તે જમીન પર કબજો જ નહોતો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન પર મકાન નથી આવેલું તો નાણાં ચૂકવવાની વાત ક્યાંથી આવે? : ડેરી સંચાલક

મવડીના ગૌતમપાર્કની જમીનના મુદ્દે સોમવારે ત્રણ મહિલા સહિત ચારે એક ડેરીમાં સામૂહિક રીતે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ડેરી સંચાલકે આ સવાલ ઉઠાવ્યો હતો કે, જે ચારેય લોકોએ ફિનાઇલ પીધું હતું તેનો ઉપરોક્ત જમીન પર કબજો જ નહોતો તો તેને નાણાં ચૂકવવાની વાત જ ક્યાંથી આવે?, બીજીબાજુ પોલીસે ચારેયના નિવેદન નોંધ્યા જેમાં બિલ્ડરના કોઇ માણસે ધૂત્કારતા પગલું ભર્યાનું જણાવ્યું હતું.

શિવશક્તિ ડેરીમાં સોમવારે બપોરે કેતન નીતિનભાઇ સાગઠિયા (ઉ.વ.27), મંજુબેન ગુલાબભાઇ વાઘેલા (ઉ.વ.45), ગૌરીબેન કાંતિભાઇ ચાવડા (ઉ.વ.38) અને શોભનાબેન રસિકભાઇ ચાવડા (ઉ.વ.33)એ ફિનાઇલ પી લેતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા, કેતન સાગઠિયા પાસેથી પોલીસને બે પાનાંની ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે, ગૌતમપાર્કની જમીન પર પોતે વર્ષોથી રહે છે અને ઉપરોક્ત જમીન પરથી જગદીશ અકબરી, વિનુ ઠુંમર અને જીતુ વસોયા કાઢી મૂકવા માટે પ્રયાસ કરતા હોય કંટાળીને પગલું ભર્યું હતું.

બીજીબાજુ જગદીશભાઇ અકબરીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે તથા તેમના ભાગીદારોએ વિધિવત રીતે તે જમીનની ખરીદી કરી હતી અને જે ચાર લોકોએ પોતાનો આશરો છીનવાયાના આક્ષેપ સાથે ફિનાઇલ પીધું છે તે ચારેય લોકો પોતે ખરીદ કરેલી જમીન પર ક્યારેય રહેતા જ નહોતા તેઓ જે રહેતા હતા તે મનપાની ટીપી સ્કીમની અનામત જગ્યા પર રહેતા હતા તો તેમને ઉપરોક્ત જમીન સાથે કોઇ લેવાદેવા નથી છતાં દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે ચારેયના નિવેદનો નોંધ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે, બિલ્ડરના કોઇ અજાણ્યા માણસે ધૂત્કારતા આવું પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...