પાલક પિતાની કાળી કરતૂત:ગોંડલના મોટાદડવામાં દિવ્યાંગ યુવાન પુત્રી પર બે વાર દુષ્કર્મ આચર્યું

આટકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગોંડલના મોટાદડવા ગામે પાલક પિતા સાથે રહેતી 21 વર્ષની દિવ્યાંગ યુવતીની એકલતાનો લાભ લઇ તેના પર તેણીની મરજી વિરુધ્ધ સાવકા પિતાએ બે વાર દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહીં,જો આ વિશે કોઇને કશું કહેશે તો માતા, પુત્રીને મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી.

પાલક પિતાએ જ દુષ્કર્મ આચર્યું
મૂળ વિસાવદર પંથકની અને હાલ મોટા દડવા ગામે રહેતી યુવતીએ પાલક પિતા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત પાંચ તારીખે તેના માતા બહાર ગયા હતા ત્યારે પોતે ઘરે એકલી હતી ત્યારે આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કહેશે તો તને અને તારી માતાને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ પછી પણ ફરી તેણી ઘરે એકલી હતી ત્યારે ફરીથી હવસનો શિકાર બનાવી હતી. આથી યુવતીએ તેની માતાને વાત કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પિતા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હવસખોર પિતાને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...