સહારા જમીન કૌભાંડ:પૂર્વ MLA એ કહ્યુકે નોટિસ આપી મન મનાવી લેજો કોર્ટ કેસમાં ન પડતા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુની ફાઇલ તસવીર - Divya Bhaskar
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુની ફાઇલ તસવીર
  • કૌભાંડ મુદ્દે વિપક્ષના આકરા પ્રહાર

રાજકોટમાં સહારા જમીન કૌભાંડ મામલે વિપક્ષના આકરા પ્રહારો બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે માનહાનિના દાવા માટે નોટિસ મોકલી છે. કોર્ટ કાર્યવાહી માટે આગળ વધશે તેવું કહ્યું છે. જે મામલે રાજકોટ શહેર કોંગ્રેસે આવી કાર્યવાહીમાં ન પડવા ચીમકી આપતા કહ્યું હતું કે, ‘નોટિસ આપી મન મનાવી લેજો કોર્ટ કેસમાં પડતા નહિ.’

પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘સહારાવાળી જગ્યા રેસિડેન્સિયલ ઝોનની શરતે આપી હતી અને તેને ઈન્ડસ્ટ્રિયલ ઝોનમાં ફેરવી છે તેથી રુપાણી એમ કહેતા હોય કે, રેસિડેન્સિયલ કરતા ઈન્ડસ્ટ્રિયલમાં ઓછો નફો મળે તો તે વાત પાયા વિહોણી છે. આ જગ્યા સરકારશ્રી પણ થઈ શકે છે પણ તેમા પડવા માગતા નથી.તેઓએ જણાવ્યું હતું કે, ‘વિજયભાઈ અને નીતિનભાઈ તમે ખૂબ દાવ લીધો હવે ગોવિંદભાઈ અને રામભાઈ પાટીલની સૂચનાથી તમારો દાવ લે છે ત્યારે અમને તેમાં સામેલ ન કરો તો સારું.

અન્ય સમાચારો પણ છે...