તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ફૂટવેરનો ધંધો સરખો નહિ ચાલતા દુકાનમાં દારૂ વેચવાનું ચાલુ કર્યું

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉદ્યોગનગરમાંથી દોઢ લાખનો દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

કોઠારિયા રોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં શિવ એન્ટરપ્રાઇઝ નામની ફૂટવેરની દુકાનમાં વિદેશીદારૂ વેચાતો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી દુકાનદાર કાનજી અરશીભાઇ પામક નામના યુવાનને દુકાનમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 18 બોટલ સાથે પકડી પાડ્યો હતો. પકડાયેલા દુકાનદારની પૂછપરછ કરતા છેલ્લા કેટલાક સમયથી બૂટ-ચપ્પલનો ધંધો સરખો ચાલતો ન હોય તેમજ ઘરનું ભાડું પણ ચડી ગયું હોવાથી આર્થિક ખેંચ અનુભવતો હતો.

તેથી ગોવાથી છૂટક વિદેશી દારૂ લઇ આવી બૂટ-ચપ્પલની દુકાનમાંથી વેચાણ કરતો હોવાની કેફિયત આપી છે. અન્ય એક બનાવમાં ટાગોર રોડ, ઉદ્યોગનગરમાં મારુતિવાન સાથે એક શખ્સ મળી આવ્યો હતો. પૂછપરછ કરતા તે પુનિતનગરના ટાંકા પાસેના 25 વારિયા ક્વાર્ટરમાં રહેતો અલ્ફાઝ હાસમ સૈયદ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા અંદરથી રૂ.1.44 લાખની કિંમતનો વિદેશી દારૂની 480 બોટલ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...