તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉડવા લાગ્યું રાજકોટ:એરપોર્ટ પરથી દર એક કલાકે ફ્લાઈટ ઉડાન ભરવા લાગી.

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઈતિહાસમાં પ્રથમ વખત વારાફરતી 10 વિમાનનું ટેકઓફ અને લેન્ડિંગ થયું : રાજકોટથી મુંબઈ, દિલ્હી જવા માટે સૌથી વધુ સંખ્યા ઉદ્યોગપતિ અને વેપારીઓની
 • હૈદરાબાદ અને બેંગ્લોર ફ્લાઇટ શરૂ થતા સૌથી મોટો ફાયદો આઈટી ઉદ્યોગને થશે, હવે એક દિવસમાં મુસાફરી કરીને પરત રાજકોટ આવી શકાશે
 • મુસાફરોનો 8 કલાક સુધીનો સમય બચી જશે

રાજકોટ એરપોર્ટ પરથી ગત વર્ષે દિલ્હી, મુંબઈ જવા માટે માંડ કરીને એક-બે ફલાઈટ મળતી હતી તેના સ્થાને હવે દર એક કલાકે એક ફ્લાઇટ ઉડવા લાગી છે. રવિવારથી રાજકોટ એરપોર્ટ પરથી સવારના 8.30 થી રાત્રીના 8.00 સુધીમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર જવા માટે કુલ 11 ફ્લાઇટ ઉડાન ભરવા લાગી છે. જેને કારણે હવે રાજકોટથી મુંબઈ, દિલ્હી કે વિદેશની મુસાફરી કરવા માગતા મુસાફરોનો 8 કલાકનો સમય બચી જશે.

કોરોનાની મહામારીને કારણે ટ્રેન બંધ થઈ, સુરક્ષાના ભાગરૂપે લોકોએ બસમાં જવાનું પણ બંધ કર્યું. પરિણામે લોકો પોતાના વ્યક્તિગત વાહનોમાં જવા લાગ્યા. આ કારણોસર રાજકોટમાં બહુ ટુંકા ગાળામાં વિવિધ એરલાઈન્સે રાજકોટ શહેરથી પોતાની એરફ્રીક્વન્સી વધારી છે. તેમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક વલ્લભભાઈ અમીપરા જણાવે છે. કોરોના પહેલા રાજકોટથી મુંબઈ જનારા મુસાફરોની સંખ્યા રોજની 140 રહેતી હતી. જેથી તમામ ફ્લાઇટ હાઉસફુલ જતી હતી. જ્યારે દિલ્હી માટે જતા મુસાફરોની સંખ્યા 70ની રહેતી હતી, પરંતુ કોરોના પછી આ મુસાફરોની સંખ્યા અડધી થઈ છે.

કોરોના પછી મુંબઈ જનારાની સંખ્યા 70એ પહોંચી છે અને દિલ્હી જનારા મુસાફરો 50 થયા છે. જોકે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા માટે મોટા ભાગના મુસાફરો વેપારી અને ઉદ્યોગપતિઓ છે. બેંગ્લોર અને હૈદરાબાદ એ આઈટી સેક્ટરના ઉદ્યોગનું વડુમથક છે.આ શહેરની ફ્લાઇટ શરૂ થતા રાજકોટમાં આઈટી સેક્ટરના નવા નવા પ્રોજેક્ટ આવશે અને એન્જિનિયરિંગનું હબ ગણાતું રાજકોટ હવે આઈટી સેક્ટરનું હબ બનશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

રાજકોટ એરપોર્ટનું ટાઈમ ટેબલ

સ્પાઇસ જેટરાજકોટથી મુંબઈ88.3
સ્પાઇસ જેટરાજકોટથી દિલ્હી8.559.15
ઈન્ડિગોરાજકોટથી મુંબઈ11.4412.15
સ્પાઈસ જેટરાજકોટથી હૈદરાબાદ1.352
એર ઈન્ડિયારાજકોટથી દિલ્હી2.353.1
ઈન્ડિગોરાજકોટથી હૈદરાબાદ3.34
સ્પાઈસ જેટરાજકોટથી મુંબઈ4.455.15
એર ઈન્ડીયારાજકોટથી મુબંઈ5.356.05
ઈન્ડિગોરાજકોટથી બેંગ્લોર6.37
સ્પાઈસ જેટરાજકોટ દિલ્હી7.357.55

એરલાઈન્સ વચ્ચે ર્સ્પધા શરૂ થશે, ટેરિફ રેટ ઘટાડાનો ફાયદો મુસાફરોને મળશે ​​​​​​​એક જ શહેરમાં જવા માટે વિવિધ એરલાઇન્સની ફ્લાઇટની અવેલેબલ છે. મુસાફરોને આકર્ષિત કરવા માટે દરેક એરલાઇન્સ પોતાના ટેરિફ રેટમાં ઘટાડો કરશે. જેનો સીધો ફાયદો મુસાફરોને મળી રહેશે.પહેલા ઊંચા ભાડાં ચૂકવીને મુસાફરી કરવી પડતી હતી, પરંતુ હવે ટેરિફ રેટ ઘટવાથી તેનો ફાયદો મુસાફરોને મળશે.

એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ઉદ્યોગ એક વર્ષમાં ડબલ થઈ જવાની ધારણા, રોજગારીમાં પણ વધારો થશે ​​​​​​​દિલ્હી મુંબઈની એરફ્રીક્વન્સી વધતા સૌથી મોટો ફાયદો ,ઓટોમોબાઈલ ઉદ્યોગને થશે. અગાઉ જ્યારે ફ્લાઈટની પૂરતી સુવિધા હતી નહિ ત્યારે બીજા રાજ્ય અને દેશના વેપારીઓ અમદાવાદ સુધી જ આવતા હતા અને ત્યાંથી જ ખરીદી કરીને નીકળી જતા હતા. જેને કારણે રાજકોટને પૂરતો વેપાર મળતો નહિ. હવે ફ્લાઈટની સુવિધા વધવાથી આ બધા વેપારીઓ રાજકોટ સુધી ખરીદી કરવા આવશે. અહીંના ઉદ્યોગની મુલાકાત લેશે. પરિણામે ઉદ્યોગકારોને નવા નવા ઓર્ડર મળશે અને તેનાથી આ ઉદ્યોગ એક વર્ષમાં ડબલ થઈ જશે. આમ ઉદ્યોગ માટે હવે શુભ લાભના શ્રીગણેશ થશે.> વી.પી.વૈષ્ણવ, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો