પ્રાયોરિટી લેન્ડિંગ:કંડલા જતી ફ્લાઈટમાં ઈંધણનો જથ્થો ઘટી જતા રાજકોટમાં લેન્ડિંગ કરવું પડ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પવનની ઝડપ વધુ હોવાથી ફલાઈટ કંડલા લેન્ડ ના થઇ શકી, ઈંધણ પણ ઘટ્યું

રાજસ્થાનના કિસાનગઢથી કંડલા જતી ફલાઇટનું શુક્રવારે રાજકોટ એરપોર્ટ પર પ્રાયોરિટી લેન્ડ કરવું પડ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર કિસાનગઢથી કંડલા જતી ફલાઈટને પવનની ઝડપ નડી હતી. આ સમય દરમિયાન ફ્લાઈટમાં રહેલ ઈંધણનો જથ્થો ઓછો જણાયો હતો. તેથી ફલાઈટ કંડલા જાય તે પહેલા જ તેને રાજકોટ એરપોર્ટ પર પ્રાયોરિટી લેન્ડ માટેની પરમિશન માંગી હતી અને તે આપવામાં આવી હતી.

ફલાઈટ રાજકોટ એરપોર્ટ પર 30 મિનિટ સુધી હોલ્ટ કર્યા બાદ તે રાજકોટ એરપોર્ટ પરથી રવાના થઇ હતી. આ અંગે એરપોર્ટ ઓથોરિટીના વધુમાં જણાવ્યાનુસાર સવારના 11.00 કલાક બાદ પ્રાયોરિટી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જ્યારે ઇંધણનો જથ્થો ઓછો થઈ જાય તેવા જ સંજોગોમાં આ પ્રકારે ફલાઈટનું લેન્ડ થતું હોય છે.

રાજકોટથી મુંબઈ જવા માટે વધુ એક ફ્લાઇટ સોમવારથી શરૂ થશે
સોમવારથી હવાઇ માર્ગે રાજકોટથી મુંબઈ જવા માટે વધુ સરળતા રહેશે. સોમવારથી વધુ એક ફલાઇટ મુંબઈ જવા માટે ઉડાન ભરશે. આ સાથે જ રાજકોટ એરપોર્ટ પરથી આવન- જાવન કરતી ફલાઇટની સંખ્યા 10ની થશે. સોમવારથી શરૂ થતી ફલાઇટ બપોરે 12.30 કલાકે લેન્ડ થશે અને બપોરે 1.00 કલાકે ટેક ઓફ થશે.વધુમાં મળતી માહિતી મુજબ જે નવી ફ્લાઇટ શરૂ થઈ રહી છે તે સ્પાઇસ જેટની છે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી મુંબઇ જવા માટેની ફલાઈટ 4 છે અને દિલ્હી જવા માટેની ફલાઇટ 3 ,જ્યારે ગોવા અને બેંગ્લોર માટે એક-એક ફલાઇટ ઉડાન ભરી રહી છે. પરંતુ 20 ડિસેમ્બરથી મુંબઈ જવા 5 ફ્લાઈટ મળશે.

અન્ય સમાચારો પણ છે...