તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયની માગ:ભાગી છૂટેલાે એડવોકેટ પોલીસને હાથ લાગતો નથી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મકાંડી આધેડના આપઘાતને એક માસ થયો
  • આધેડના પત્નીએ અન્નનો ત્યાગ કર્યો

નાનામવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી કમલેશભાઇ લાબડિયાએ તેના પુત્ર અને પુત્રીને કોરોનાની દવાનું કહી ઝેરી દવા પીવડાવી દીધી હતી અને પોતે પણ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ મામલે કમલેશભાઇના ભાઇએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે દિલીપ કોરાટ અને એડવોકેટ રાજેશ વોરા ઉર્ફે આર.ડી.વોરાના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કમલેશભાઇનું મકાન દિલીપ કોરાટે એડવોકેટ વોરા મારફત ખરીદ કર્યું હતું પરંતુ મકાનની પૂરતી રકમ નહી ચૂકવી ઉપર જતાં કમલેશભાઇ પર પૈસાના ગોલમાલનો આક્ષેપ કરતાં તેમણે આ પગલું ભર્યું હતું.

ગુનો નોંધાયા બાદ પોલીસે દિલીપ કોરાટને ઝડપી લીધો હતો પરંતુ એડવોકેટ આર.ડી.વોરા હાથ આવ્યો નહોતો, ઘટનાને એક મહિનો વિતી જવા છતાં આર.ડી.વોરાની ધરપકડ કરી શકી નથી. સંગઠનના હોદ્દેદારોએ કહ્યું હતું કે, ફરાર આરોપી શહેરમાં બેરોકટોક ફરતો રહે છે અને જેલમાં ધકેલાયેલો આરોપી જામીન અરજી કરી રહ્યો છે, આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરાતા કમલેશભાઇના પત્નીએ અન્નનો ત્યાગ કરી ન્યાયની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...