તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજમાં મળશે સ્થાન:રાજકોટ જિલ્લામાં પ્રથમ ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અપાયું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને ટ્રાન્સજેન્ડરને સર્ટિફિકેટ આપ્યું. - Divya Bhaskar
જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને ટ્રાન્સજેન્ડરને સર્ટિફિકેટ આપ્યું.

સમાજમાં ઘણા એ પ્રકારના લોકો છે, જેને હજુ પણ સ્વીકૃતિ મળી નથી, સામે સરકાર એલજીબીટીકયુ માટે અનેક પગલાંઓ લઇ રહ્યું છે જેથી આ તમામ લોકોનું સ્થાન સમાજમાં ફરી સ્થાપિત થાય અને લોકોની પણ સ્વીકૃતિ મળે. આ તકે શુક્રવારના રોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ટ્રાન્સજેન્ડરોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. તેમાંથી એક ટ્રાન્સજેન્ડર સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે, આ સર્ટિફિકેટ મળવાથી હવે એક નવી ઓળખ મળશે અને સામાન્ય લોકોની સાથે રહેવા માટે સ્થાન પણ મળશે, એટલું જ નહીં, સરકાર દ્વારા જે સહાય આપવામાં આવશે, તેનાથી ઘણો જ ફાયદો મળી રહેશે.

જે ટ્રાન્સજેન્ડર આ સર્ટિફિકેટ લેવા ઈચ્છતા હોય તેઓએ આગળ આવવું જોઈએ. અન્ય જિલ્લામાં આ સર્ટિફિકેટ માટે અનેક અરજીઓ કરવામાં આવેલી છે, પરંતુ હજુ પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે રાજકોટ જિલ્લામાં જે કલેક્ટર દ્વારા પગલા લેવામાં આવ્યા અને જે રજૂઆત સાંભળી તેનાથી આવનારો સમય ટ્રાન્સજેન્ડર માટે ખૂબ જ સરળ રહેશે.વધુમાં ટ્રાન્સજેન્ડરે જણાવ્યું હતું કે, આજના સમયમાં કોઈ વ્યક્તિ અમારો ભાવ પૂછતું નથી, ત્યારે સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય અત્યંત સરાહનીય છે. તેઓએ વ્યક્તિગત વાત કરતા જણાવ્યું હતું કે, તેમના પરિવારને આ અંગે સંપૂર્ણ માહિતી છે અને તેમનો સાથ અને સહકાર પણ ખૂબ જ રહ્યો છે.

માતા-પિતાએ નાનપણથી આ વાત સ્વીકારીને કહ્યું હતું કે, પગભર થયા બાદ જે નિર્ણય લેવો પડે તે લેવો, જીવન કેવી રીતે જીવવું તેની સ્વતંત્રતા દરેકને હોય છે. ત્યારે પોતે ટ્રાન્સજેન્ડર છે તે તેને વ્યક્તિગત જ જાહેર કર્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે, તેમણે તેમનું જીવન એકલું જ જીવવું છે અને આ વર્ગમાં આવતા લોકો માટે સેવા અને તેમના ઉત્થાન માટે કાર્ય કરવું છે. વડોદરાની સંસ્થા હેઠળ આ શ્રેણીમાં આવતા લોકોની યાદી ખૂબ જ મોટી છે, ત્યારે સંસ્થાનો હેતુ પણ એ જ છે કે, આ તમામને એક ઓળખ મળે, અને લોકો પણ સંપૂર્ણ રીતે સ્વીકારે. આ લોકોને પણ જીવન જીવવાનો સંપૂર્ણ અધિકાર છે, જેના પગલે સરકાર પણ ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી છે.

અન્ય સમાચારો પણ છે...