• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The First Hospital Chowk Overbridge Will Be Completed In Rajkot, A Year And A Half Will Pass Before The Bridge Is Built On Kalavad Road

તારીખ પડી:રાજકોટમાં સૌથી પહેલા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ તૈયાર થશે, કાલાવડ રોડ પર બ્રિજ બનતા હજુ દોઢ વર્ષ વીતી જશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજના પીલર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજના પીલર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
  • શહેરમાં બની રહેલા ઓવરબ્રિજમાં ડાયવર્ઝનના ધાંધિયાથી શહેરીજનો પરેશાન, મનપાએ બ્રિજ પૂરા થવાની તારીખ જાહેર કરી તેના પરથી જાણો સ્થિતિ
  • જુલાઈ સુધીમાં હોસ્પિટલ ચોક ખુલ્લો નહિ થાય તો ચોમાસું આવતા વધુ 3 મહિના લાગી જશે, બાકીના બ્રિજમાં આવતી જાન્યુઆરીની મુદ્દત અપાઈ

રાજકોટ શહેરમાં એક જ સાથે 5 ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યા છે. આ કારણે શહેરમાં જાણે બધી જ બાજુએ ડાયવર્ઝન આપ્યા હોય તેવી સ્થિતિ છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે આ બ્રિજ બની રહ્યા છે પણ આ કામગીરી માટે જે આડેધડ ડાયવર્ઝન બનાવ્યા છે તેમજ સર્વિસ રોડ પણ યોગ્ય રીતે ન બનાવાતા વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે.

લક્ષ્મીનગર અન્ડરબ્રિજ એકાદ માસમાં બનીને તૈયાર થઈ જશે પણ બાકીના જે પ્રોજેક્ટ છે તેમાં હજુ ઓછામાં ઓછા 8 મહિનાથી શરૂ કરી 1.5 વર્ષ સુધીનો સમય લાગશે. સૌથી પહેલા હોસ્પિટલ ચોકનો ઓવરબ્રિજ બનશે જેનાથી મોચી બજારના સાંકડા માર્ગોમાં થતા ટ્રાફિકથી છુટકારો મળશે. જોકે તે તારીખ પણ 19 જુલાઈ આપી છે એટલે કે ત્યારે ચોમાસાની સિઝન હશે અને જો વરસાદ વહેલો પડશે તો વળી કામ અટકશે અને ચોમાસાના ત્રણ મહિના કામ અટકતા આવતી દિવાળીએ બ્રિજનું લોકાર્પણ થશે. બીજી તરફ કાલાવડ રોડ પરના બંને બ્રિજ માટે 2023 જાન્યુઆરીનો સમય આપ્યો છે પણ કોન્ટ્રાક્ટરના કામની ગતિને જોતા બીજા છ મહિના વીતી જાય તેવી પૂરી શક્યતા છે.

લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાં એપ્રોચ રોડ માટે કામ બાકી
લક્ષ્મીનગર અન્ડરબ્રિજ 18-07-2018ના મંજૂર થયો હતો. લોકડાઉન આવ્યું તે પહેલા કામ પણ ચાલુ થઈ ગયું હતું. જુલાઈ માસમાં કામ ચાલુ થવાનું હતું પણ લોકડાઉનને કારણે વધુ 3 મહિના મુદ્દત લંબાવાઈ હતી. ત્યારબાદ બીજી લહેર અને પછી વરસાદ એમ બે વખત મુદ્દત વધારાઈ છતાં કામ પૂરું થયું નથી. હવે નવેમ્બરના અંતમાં બ્રિજ ખુલ્લો મુકવાની મુદ્દત અપાઇ છે. જોકે હજુ તેમાં એપ્રોચ રોડ બનાવવાનું કામ ચાલુ છે.

ગોંડલ રોડ ચોકડીએ હજુ બે વર્ષ લાગશે
ગોંડલ રોડ ચોકડીએ નેશનલ હાઈવે ઓથોરિટી ફ્લાય ઓવર બનાવી રહ્યું છે. જોકે આ કામ છેલ્લા 3 વર્ષથી ચાલે છે. એક એજન્સી તો કામ શરૂ કરીને છોડી દેતા તેમાં એક વર્ષનો સમય બગડ્યો હતો તેથી ફરીથી ટેન્ડરિંગ કરાયું હતું. હાલ આ કામ ચાલુ થયું છે અને હાઈવેના એકતરફથી ટ્રાફિક ડાઇવર્ટ કરાયો છે. બીજી તરફથી ડાયવર્ઝન આપવાનું બાકી છે. આ કારણે હજુ આ બ્રિજ બનતા બે વર્ષ જેટલો સમય લાગશે.

ઓવરબ્રિજના કામની વિગત અને સંભવિત પૂર્ણ થવાની તારીખ

બ્રિજમંજૂરીની તારીખખર્ચહાલ ક્યા પહોંચ્યું કામકામ પૂરું કરવાની તારીખ
હોસ્પિટલ ચોક04-10-201884.71

જવાહર રોડ તરફ સ્લેબ લેવલ,

જામનગર રોડ તરફ પિયર કેપ,

અમદાવાદ તરફ ફાઉન્ડેશન19-07-2022
કાલાવડ રોડ સેકન્ડ લેવલ કે.કે.વી. ચોક27-10-2020129.53ફાઉન્ડેશન20-01-2023
કાલાવડ રોડ જડ્ડુસ ચોક27-10-202028.52પિયર કેપ લેવલ20-01-2023
નાનામવા ફ્લાય ઓવર28-10-202041.12ફાઉન્ડેશન, પિયર લેવલ20-07-2022
રામદેવપીર ચોક ફ્લાય ઓવર28-10-202040.1ફાઉન્ડેશન, પિયર લેવલ20-07-2022
અન્ય સમાચારો પણ છે...