તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજવિવાદ:માંધાતાસિંહના ભત્રીજાએ કરેલા દાવાની 19મીએ પહેલી સુનાવણી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંધાતાસિંહની ફાઇલ તસવીર - Divya Bhaskar
માંધાતાસિંહની ફાઇલ તસવીર
  • મનોહરસિંહના ભાઈ પ્રહલાદસિંહના પૌત્રએ વડીલોપાર્જિત મિલકત માટે કર્યો છે દાવો
  • પૂર્વ રાજવી સ્વ.પ્રદ્યુમનસિંહના વસિયતનામાને પડકારી પોતાનો હક માગતો પરિવાર

રાજકોટના રાજપરિવારમાં મિલકતનો વધુ એક વિવાદ સપાટી પર આવ્યો છે. માંધાતાસિંહના બહેન અંબાલિકાદેવીએ તેમના હક્ક હિસ્સા માટે દાવો દાખલ કર્યો છે. કોર્ટમાં 20મીએ સુનાવણી છે જ્યારે પ્રાંત અધિકારીની કોર્ટમાં તેમના પક્ષે ચુકાદો આવતા માધાપર અને સરધારની કરોડોની મિલ્કતમાંથી માંધાતાસિંહે બહેનોના નામ કમી કરવાની કાચી નોંધ રદ કરાતા અંબાલિકાદેવીનો હિસ્સો યથાવત્ છે.

માધાપર અને સરધાર ઉપરાંત સિવિલ કોર્ટમાં મનોહરસિંહજીના વિલ સામે દાવો મંડાયો છે. આ વિવાદ હજુ ચાલી રહ્યો છે ત્યાં માંધાતાસિંહના ભત્રીજા અને અનિરૂધ્ધસિંહના પૌત્ર રણશૂરવીરસિંહ જાડેજાએ પેલેસ અને વીડી સહિતની 675 એકર જગ્યામાં પોતાના હિસ્સા માટે દાવો કર્યો છે જેની પહેલી સુનાવણી 19મીએ થનારી છે. રણશૂરવીરસિંહે દાવામાં જણાવ્યું છે કે, પૂર્વ રાજવી સ્વ.પ્રદ્યુમનસિંહજીના વીલના આધારે મિલકતો સ્વ. મનોહરસિંહના નામે થઈ હતી. હકીકતે આ મિલકતો વડીલોપાર્જિત હતી તેથી કોઇ એક વ્યક્તિના તરફેણમાં વીલ ન થઈ શકે આ કારણે તે મિલકતોમાં બધા ભાઈઓનો સરખો હક હિસ્સો બને છે.

રાજકોટના પૂર્વ રાજવી લાખાજીરાજ જાડેજાની પાંચમી પેઢીએ કર્યો દાવો
રાજકોટના પૂર્વ રાજવી લાખાજીરાજ જાડેજાને ત્રણ પુત્ર હતા જેમાં ધર્મેન્દ્રસિંહજીનું નિ:સંતાન અવસાન થયું હતું જ્યારે કરણસિંહજીનું સગીરવયે અવસાન થતા પ્રદ્યુમનસિંહજી ગાદીએ આવ્યા હતા. પ્રદ્યુમનસિંહજીને વારસદારોમાં મનોહરસિંહ, પ્રહલાદસિંહ, જયરઘુરાજસિંહ તેમજ બે પુત્રીઓ પ્રેમીલાબા અને મોહિનીબા છે. જેમાંથી મનોહરસિંહજીને ગાદી મળી હતી. જ્યારે પ્રહલાદસિંહના વારસદારોમાં ભુવનેશ્વરીદેવી, દુર્ગાકુમારી તેમજ રાજેન્દ્રકુંવરબા તેમજ એક જ પુત્ર અનિરૂધ્ધસિંહ હતા. અનિરૂધ્ધસિંહને સંતાનમાં બે પુત્ર રણશૂરવીરસિંહ, પુષ્કરરાજસિંહ તેમજ બે પુત્રી વીરાંગનાકુમારી, રાજલક્ષ્મીકુમારી અને પત્ની હંસીનીદેવી છે. આ પેઢીએ પ્રદ્યુમનસિંહજીની મિલકતમાં દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...