રાજ્ય સરકારે એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે જે માટે 108 સેવા સાથે ખાનગી કંપની જોડાઈ છે અને દર્દીઓ પાસેથી ચાર્જ લઈને સર્વિસ પૂરી પાડે છે. જે માટે રાજ્યની પ્રથમ ઉડાન રાજકોટથી થઈ હતી.
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીને ફેફસાની સારવાર માટે ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઊભી હતી. આ એર એમ્બ્યુલન્સ માટેની વ્યવસ્થા માટે 108નો સંપર્ક કર્યો હતો. જે મુજબ ચાર્જેબલ એર એમ્બ્યુલન્સ કે જે ગત મહિને જ સેવા લોન્ચ કરાઈ છે તે નક્કી કરાઈ હતી. દર્દીને 108 મારફત હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડ્યા હતા જેનો કોઇ ચાર્જ લેવાયો ન હતો.
બાદમાં એર એમ્બ્યુલન્સે બપોરે 2.40 કલાકે ઉડાન ભરી હતી અને સાંજે 6 કલાકની સફર બાદ ચેન્નાઈ પહોંચી હતી જ્યાં એરપોર્ટ પરથી તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને આ રીતે 108ની એર એમ્બ્યુલન્સની પહેલી ઉડાન રાજકોટ અને ચેન્નાઈ વચ્ચે થઈ હતી.
આ એર એમ્બ્યુલન્સની સેવા લેનાર પરિવારે પોતાની ઓળખ જાહેર કરી ન હતી પણ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટથી ચેન્નાઈનો ખર્ચ 6 લાખની આસપાસ થાય છે જો રાજકોટથી અમદાવાદ લઈ જવાના થાય તો એકાદ લાખ જેટલો ખર્ચ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.