તાપથી ચામડી બળ્યાનો પ્રથમ કેસ:રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાનમાં ખુલ્લા પગે રોડ ક્રોસ કરનાર યુવકના તળિયાની ચામડી ઊખડી

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં બુધવારે સિઝનનું સૌથી ઊંચું 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીની તીવ્રતા કેવી છે તેનો પ્રથમ કિસ્સો બન્યો છે. મોરબી રોડ પર રહેતા સચિનભાઈ સાગર જણાવે છે કે, ‘અમારા એપાર્ટમેન્ટમાં એક છોડ સુકાઈ ગયો હતો તેથી તેની માટી સામેના વંડામાં નાખવા ગયો હતો ઉતાવળમાં ચપ્પલ ભુલાઈ ગયા હતા.

પગ બળવા લાગ્યા એટલે હું ભાગીને ઘરે પહોંચ્યો : સચિનભાઈ
છોડ નાખીને આવ્યો અને ચોકમાંથી બીજો રોપ લેવા જતો હતો ત્યાં પગ બળવા લાગ્યા એટલે હું ભાગીને ઘરે પહોંચ્યો ત્યાં તો પગમા ફોડલા પડ્યા અને તે ફૂટી ગયા અને લોહી નીકળવા લાગ્યું હતું. બળતરા ઓછી કરવા બટેટાનું છીણ અને દૂધની મલાઈ ચોપડી ત્યાં 108 આવી ગઈ હતી અને તેમણે મલમ લગાવતા બળતરા ઓછી થઈ.

ડોક્ટરે 10 દિવસ પગ માંડવાની મનાઈ કરી
સિવિલ પહોંચ્યા તો ડોક્ટરે પણ કીધું કે ચાલવાથી પગની હાલત આવી થાય એ પહેલી વખત જોયું. હવે 10 દિવસ પગ માંડવાની મનાઈ કરી છે’ 108ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરે જણાવ્યું હતું કે, ‘અમે આવો કેસ પહેલી વાર જોયો કોલ આવતા જ ટીમ ત્યાં પહોંચી અને સારવાર આપી હતી.’ શહેરમાં સવારથી સાંજના 8 વાગ્યા સુધીમાં ફક્ત હીટસ્ટ્રોક એટલે કે ચક્કર આવવા, પડી જવું, ઝાડા થવા, પેટમાં દુખાવો વગેરેના 77 કોલ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...