ધીરજ ખૂટી:મંગેતર લગ્નની લાલચે તરુણીને ભગાડી ગયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 13 વર્ષની ઉંમરે દીકરીની સગાઈ કરનાર પિતાની ફરિયાદ
  • નાનીના ઘરે રોકવા ગઈ હતી ત્યાંથી જતી રહી

તરુણવયની છોકરીઓને યેનકેન પ્રકારે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચે ભગાડી જવાના બનાવો શહેરમાં સતત વધતા જાય છે. ત્યારે આવા કિસ્સામાં મંગેતર જ 14 વર્ષની તરુણીને લગ્નની લાલચ આપી ભગાડી જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ સંતાનના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં રૈયાધાર, શાસ્ત્રીનગર-7માં રહેતા રવિ હેમતભાઇ ચાવડાનું નામ આરોપી તરીકે જણાવ્યું છે. ફરિયાદ મુજબ, ઘર નજીક જ સાસુ રહેતા હોય બંને દીકરી ગત રવિવારે તેમને ત્યાં રોકાવા ગઇ હતી. ત્યારે સોમવારે વહેલી સવારે સાસુ ઘરે આવી મધરાતે પુત્રી ઘરનો દરવાજો બહારથી બંધ કરી ક્યાંક જતી રહી હોવાની વાત કરી હતી. જેથી શેરીમાં, આસપાસ, સગા સંબંધીઓને ત્યાં રૂબરૂ તેમજ મોબાઇલથી તપાસ કરી હતી, પરંતુ ભાળ મળી ન હતી.

ભેદી રીતે ગુમ થયેલી પુત્રીની એક વર્ષ પહેલા રવિ ચાવડા સાથે સગાઇ કરી હોય આડકતરી રીતે ત્યાં તપાસ કરવા ગયા હતા. ત્યારે રવિ પણ તેના ઘરેથી કોઇને કહ્યાં વગર ક્યાંક જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પુત્રીને રવિ જ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની શંકા દૃઢ બનતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તરુણીના પિતાની ફરિયાદ પરથી પોલીસે રવિને મોબાઈલ લોકેશનના આધારે પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...