તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ખેડૂતે બીમારીથી કંટાળી દવા પીધી, અને કોરોના થતાં મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીના વિયોગમાં વૃદ્ધનો ઝેર પી આપઘાત

બીમારીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરનાર ખેડૂતનું કોરોના સંક્રમિત થયા બાદ મોત નીપજ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે આજી ડેમ પોલીસમથકના એએસઆઇ વી.બી.સુખાનંદીએ વિગતો આપતા જણાવ્યું કે, સરધાર ગામે રહેતા મહેશભાઇ શંભુભાઇ પટેલ નામના ખેડૂતે ગત ફેબ્રુઆરી મહિનામાં બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. તે સમયે મહેશભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. તબિયત સુધરી જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

દરમિયાન ગત તા.13ના રોજ મહેશભાઇની તબિયત ફરી લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો અને તેમને કોવિડ સેન્ટરમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું. મહેશભાઇનાં મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. ખેતીકામ કરી ગુજરાન ચલાવતા મહેશભાઇનાં મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય એક બનાવમાં કેવડાવાડી 17-11માં રહેતા ભોગીલાલ દયાળજીભાઇ માંડલિયા નામના વૃદ્ધે પત્નિના વિયોગમાં ઝેરી દવા પી લીધી હતી. ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. પુત્ર કોરોનામાં સપડાયા બાદ તેની તબિયત સારી નહિ થાય તો તેની ચિંતામાં વૃદ્ધના પત્ની વર્ષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...