લીંબુમાં ફાલ ઘટ્યો:ત્રણ વર્ષ પહેલા જે ખેતરમાં 40 મણ લીંબુ થતા હતા ત્યાં અત્યારે ચાલીસ કિલોનો ઉતારો પણ નથી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વધતું જતું તાપમાન, પાછોતરો વરસાદ, પાણીના ઊંડા જતા તળ અને તાઉતે વાવાઝોડાને કારણે લીંબુમાં ફાલ ઘટ્યો

સૌરાષ્ટ્રમાં ભાવનગર, હળવદ અને સુરેન્દ્રનગર પંથકમાં લીંબુનું વાવેતર વધારે છે. છેલ્લા ત્રણ વર્ષથી લીંબુમાં ફાલ ઘટી ગયો છે. જેને કારણે ખેડૂતોએ લીંબુના બગીચા કાઢી નાખ્યા છે. ત્રણ વર્ષ પહેલાં એક ખેતરમાં ચાલીસ મણ લીંબુ થતા હતા તેના બદલે અત્યારે ચાલીસ કિલો લીંબુ પણ થતા નથી. ચાલીસ ડિગ્રીથી ઊંચું તાપમાન લીંબુના છોડને માફક આવતું નથી. જે છેલ્લા ત્રણ વર્ષથી 42-44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે.

પાણીના અભાવે ખેડૂતોએ લીંબુના છોડ કાઢી નાખ્યા!
સામાન્ય રીતે ભાદરવા મહિનામાં લીંબુના છોડ-ઝાડને પાણી આપવાનું ન હોય. તેના બદલે પાછોતરા થતા વરસાદને કારણે લીંબુના ઝાડને જરૂરિયાત કરતા વધુ પાણી મળી રહી છે. પાણીના તળ ઊંડા ગયા. અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 600-700 ફૂટ પાણીના ઊંડા તળ ગયા છે.

આ ઊંડા તળનું પાણી લીંબુને માફક આવતું નથી. આથી 60 ટકા ફાલ બંધ થઇ ગયો છે. ફાલ નહીં આવતા અનેક ખેડૂતોએ લીંબુના છોડ અને બગીચા છે.

ઉત્પાદન ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો
આ બધી પરિસ્થિતિને કારણે લીંબુમાં ઉતારો ઓછો અને મોડો થઈ રહ્યો છે. એટલે બજારમાં જરૂરિયાત સમયે લીંબુ ઓછા આવતા તેની કિંમત વધી રહી છે. હજુ વરસાદ નહિ આવે ત્યાં સુધી એટલે કે એક મહિના સુધી લીંબુનો પાક ઓછો જ રહેશે.

વરસાદ આવ્યા બાદ લીંબુમાં ઉતારો વધશે. તેમ લીંબુનું વાવેતર કરતા સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી તાલુકાના ખેડૂત કાંતિભાઈ માયાણી જણાવે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર ગુજરાતમાં લીંબુની આવક મહારાષ્ટ્ર-મદ્રાસ અને કર્ણાટકની પણ થતી હોય છે. ત્યાંથી પણ આવક ઓછી છે.

  • 12 મહિનામાં 3 વખત લીંબુનો પાક લઇ શકાય છે.
  • 03 કેટેગરીના લીંબુ હોય છે. જેમાં એક મણનો ભાવ રૂ.600થી રૂ.4000 મણ સુધી મળે છે.
  • 30 હજાર કિલો આવક યાર્ડમાં હોય તો સૌરાષ્ટ્ર આખાની જરૂરિયાત પૂરી કરી શકાય.
  • 01 હજારથી 1500 કિલો જ લીંબુ બેડી યાર્ડમાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...