ટ્રાન્સપોર્ટેશન:રાજકોટથી અમદાવાદ તરફ જતી બસનું ભાડું ઘટાડાયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી-જામનગર રૂટમાં વધારાની બસ ફાળવાઈ
  • ​​​​​​​હવે એસટી બસ ગ્રીનલેન્ડ ચોકડીએથી ચાલશે

ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલની કામગીરી પૂરી થતા આ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. જેને કારણે રાજકોટથી અમદાવાદ જતી અને આવતી બસમાં વધારાનું ભાડું રૂ.6 ઘટાડવામાં આવ્યું છે. જેથી મુસાફરોને થોડી રાહત મળશે. આ સિવાય મોરબી-જામનગર સહિતના રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવી રહી છે.

આ અંગે એસ.ટી. વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર પુલની કામગીરીને કારણે બસ ફરીને ચલાવવી પડતી હતી.જેને કારણે બસનું અંતર વધી ગયું હતું. જેથી ભાડું વધારવામાં આવ્યું હતું, પરંતુ હવે આ રસ્તો રાબેતા મુજબ ચાલુ થઈ જતા હવે અંતર પહેલા કરતા ઘટી ગયું છે. જેથી આ ભાડું રૂ. 6 ઘટાડી દેવાયું છે.

આ સિવાય અત્યારે રાજકોટથી જામનગર-મોરબી જવા માટે ટ્રાફિક વધારે છે. જેને કારણે આ રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજની કામગીરી ચાલુ છે જે કામ પૂર્ણ થયા બાદ હજુ પણ જે ભાડું વધારાયું છે તે પણ ઘટવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...