તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નું કાઉન્સેલિંગ:પિતાની ઐયાશી અને વાસનાથી પરિવાર ત્રસ્ત, પિતા જાત પર નિયંત્રણ ગુમાવી બેસતા પરિવાર તૂટવાની અણી પર હતો, મનોવિજ્ઞાન ભવને કાઉન્સેલિંગ કર્યું

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ખોટા આવેગોના કારણે પરિવારનો માળો વીંખાતા વાર લાગતી નથી

દરેક વ્યક્તિ આવેગો અને લાગણીઓથી ઘેરાયેલા હોય છે. માણસને હૂંફ, પ્રેમ, લાગણી મળે તો જીવન સારી રીતે જીવી શકે તેમાં કોઈ જ શંકા નથી, પણ જ્યારે આ આવેગો ખોટી રીતે અને ખોટી જગ્યાએ વ્યક્ત થાય ત્યારે પરિવારનો માળો વીંખાતા વાર નથી લાગતી. વાત છે મનોવિજ્ઞાન ભવનમાં સલાહ લેતા એક દંપતીની. પિતાની ઐયાશી અને વાસનાથી પરિવાર ત્રસ્ત છે. પિતા જાત પર નિયંત્રણ ગુમાવી બેસતા પરિવાર તૂટવાની અણી પર હતો પણ કાઉન્સેલિંગથી ફરી પૂર્વવત થાય એવા પ્રયત્નો મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

5 સીટીંગ મનોવિજ્ઞાન ભવનમાં થયા
એક સારી નોકરી અને સારું સ્થાન ધરાવનાર દંપતીની વાત છે. જેમના કાઉન્સેલિંગના 5 સીટીંગ મનોવિજ્ઞાન ભવનમાં થયા અને હજુ સતત કાઉન્સેલિંગ શરૂ છે. શોભના બેન (નામ બદલાવેલ છે) અને નિખિલભાઈ (નામ બદલાવેલ છે)ના પ્રેમલગ્ન હતા. એકદમ સાદગી અને સમાજના નિયમો મુજબ બન્નેએ પરિવારની સહમતી સાથે લગ્ન કર્યા. સુખેથી બન્ને જીવતા હતા. ત્યાં શોભનાબેનના મામાની દીકરી દેવયાની (નામ બદલાવેલ છે) નિખિલભાઈના સંપર્કમાં આવી છે. શોભનાબેનને તેની પર ખૂબ ભરોસો હતો. નિખિલભાઈ અને દેવયાનીબેન બન્ને સાથે બહાર જતા. બહારગામ પણ સાથે જતા.

બેડરૂમમાંથી દેવયાનીબેન નીકળ્યા
શોભનાબેન અને નિખિલભાઈને 2 સંતાન. દેવયાનીબેન સતત શોભનાબેનના ઘરે આવતા અને નિખિલભાઈ સાથે સમય પસાર કરતા. શોભનાબેનને એવુ જ હતું કે, તે બન્ને માત્ર હસી મજાક કરે છે. પરંતુ ધીરે ધીરે આ હસી મજાક આગળ વધી. શોભનાબેન બેંકમાં નોકરી કરતા અને નિખિલભાઈને ઘર નજીક જ કરિયાણાની દુકાન જ્યારે શોભનાબેન ઘરે ન હોય ત્યારે દેવયનીબેન ઘરે આવી નિખિલભાઈ સાથે રહેતા. આ બધું તેના બન્ને સંતાન જોતા. એક દિવસ શોભનાબેન અચાનક ઘરે આવ્યા અને ઘરનો દરવાજો ખખડાવતા નિખિલભાઈએ ખોલ્યો તો તેમના બેડરૂમમાંથી દેવયાનીબેન નીકળ્યા અને શોભનબેન સાથે ખૂબ ઝગડો થયો અને ધીરે ધીરે આ વાતે ખૂબ મોટું સ્વરૂપ લીધું.

માથાભારે વ્યક્તિની ચુંગાલમાંથી બહાર નીકળવાનું વિચારે છે
વાત અહીંથી પુરી ન થતા નિખિલભાઈ સાથે બદલો લેવા શોભનાબેને પિતાની ઉંમર જેટલા બીજા બુટલેગર જેવા માથાભારે પુરુષ અશોકભાઈ(નામ બદલાવેલ છે) સાથે સંપર્ક અને સંબધ શરૂ કર્યા. નિખિલભાઈને આ વાતની જાણ થતાં તેમણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. કેમ કે આ માથાભારે વ્યક્તિ બધાની હાજરીમા ઘરે બેરોકટોક આવતી થઇ. હવે પરિસ્થિતિ એ છે કે બન્ને સંતાનો ખૂબ ભયમાં જીવે છે અને નાની દીકરી પિતા સાથે રહેવા જ તૈયાર નથી જયારે દીકરો માતાને નફરત કરવા લાગ્યો. હાલ બધા જ પછતાય છે. બેન માથાભારે વ્યક્તિની ચુંગાલમાંથી બહાર નીકળવાનું વિચારે છે પણ નીકળી નથી શકતા. સમાજમાં આબરૂનું ધોવાણ થાય એ ભયથી તેમના પતિ કશું કરી નથી શકતા.

પતિ-પત્ની બન્નેએ આપેલ કારણો
નિખિલભાઈના જણાવ્યા મુજબ બાળકો થયા પછી શોભનાબેન સમય નહોતા આપી શકતા. જેને કારણે તેઓ દેવયાની તરફ આકર્ષિત થયા અને ક્યારે આ સીમા ઓળગી ખબર ન રહી. એ પ્રેમ હજુ શોભનાબેન ને જ કરે છે ખૂબ પ્રેમ કરે છે પણ આ ભૂલો હવે ભેગા નથી થવા દેતી. બીજું એમણે જણાવ્યું કે હું ભૂલ કરી બેઠો તો પત્ની તરીકે તેનો હક છે મને સજા આપવાનો પણ માથાભારે વ્યક્તિ પાસે માર ખવડાવવો, સતત ભયમાં રાખવો એ ક્યાંનો ન્યાય? નીખિલભાઈ કહે છે કે સ્ત્રી નાગણ જેવી હોય છે આ મારા પરિવાર ને ખાઈ ગઈ. ક્યો પુરુષ પોતાની નજર સામે પત્નીને અન્યની હાજરીમા બંધ બારણે જોઈ શકે?

દિકરો માતા સાથે રહેવા તૈયાર નથી
શોભનાબેનના જણાવ્યા મુજબ એ પોતે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રાખવા અને બાળકોને સારું શિક્ષણ આપવા નોકરી કરતા અને તેને પોતાના પતિ પર આંધળો વિશ્વાસ હતો. જે તેમણે તોડ્યો અને જેથી બદલો લેવા તે અશોકભાઈ પાસે ગયા. સૌથી કપરી હાલત બાળકીઓની છે. તેમના જણાવ્યા મુજબ જ્યારે પપાને દેવયાની માસી ઘરે આવે ત્યારે અમને મારતા અને ગુસ્સે થતા ને મમ્મી-પપ્પાને ઝઘડતા જોઈ રાત્રે પણ બીક લાગે છે. નાની બાળકી કોઈ પણ સંજોગે પિતા સાથે રહેવા તૈયાર નથી. હવે પતિ-પત્નીને સાથે રહેવું છે પણ બાળકી હવે પિતા સાથે રહેવા તૈયાર નથી અને દિકરો માતા સાથે રહેવા તૈયાર નથી.

કોનો વાંક અહીં?
નિખિલભાઈનો? જે પોતાના આવેગોને સાચવી ન શક્યા. શોભનાબેનનો? જેણે બદલો લેવા બીજા પુરુષની મદદ લીધી અને હવે રોજ ધમકીઓ આપે છે. દેવયાનીબેનનો કે જેણે વિશ્વાસ તોડ્યો પોતાની જ બેનનો દોષ જેનો હોય પણ ભોગ અંતે બાળકોનો લેવાયો.

સસરાની વાસના અને જેઠાણીની બેશર્મીઓ જોઈને ગભરાઈ ગયા
પિતાની ઐયાશી અને વાસના બની પરિવાર માટે મુશ્કેલ એક કપલ મનોવિજ્ઞાન ભવનમાં આવે છે અને ચોધાર આંસુએ રડે છે. બન્નેને એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે કાળજી છે પણ સાંસારિક જીવન જીવી નથી શકતા. લગ્નના થોડા જ દિવસોમાં સસરા અને જેઠાણી વચ્ચેના લફરાંની જાણ બેનને થયેલ. તેમણે ઘરમાં વાત કરી. સસરાની વાસના અને જેઠાણીની બેશર્મીઓ જોઈને ગભરાય ગયા.

પિતાની વાસનાએ પરિવારને પીંખી નાખ્યો
શરૂઆતના 5 દિવસના ઘરસંસારમાં તેમને દીકરો થયો. આજે 15 વર્ષ થયા છે આજ સુધી તેઓ પતિ-પત્ની સાંસારિક જીવન જીવતા નથી તેને કારણે પતી અવળી લાઈને ચડી ગયો. સતત ભયને કારણે બેનમાં મનોશારીરિક અનેકો રોગ શરૂ થયા. આજે બેન હાર્ટ, પાચન, ચામડી, સાંધાના દુખાવા જેવા ઘણા રોગથી પીડિત છે. સોસાયટીના લોકો તે બેનને બીમારીનું ઘર તરીકે ઓળખે છે. સસરા તેની સાથે દુષ્કૃત્ય કરશે એ ભયે બેનને માનસિક બીમાર બનાવ્યા, ભાઈ પોર્ન સાઈટના રવાડે ચડ્યા, સંતાન પણ હવે વિકૃત વર્તન કરતું થઇ ગયું છે. પિતાની વાસનાએ પરિવારને પીંખી નાખ્યો છે એવું ધ્રુસકે ધ્રુસકે રડતા ભાઈએ વાત કરી. હાલ તેઓનું કાઉન્સેલિંગ મનોવિજ્ઞાન ભવનની ટીમ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...