તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:લોકો ભેગા ન થાય તે માટે પરિવારે ઓનલાઈન ઉત્તરક્રિયા કરી, અમેરિકાથી સંબંધીઓ જોડાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તરક્રિયામાં જુદાજુદા સ્થળેથી પરિવારજનો જોડાયા હતા. - Divya Bhaskar
ઉત્તરક્રિયામાં જુદાજુદા સ્થળેથી પરિવારજનો જોડાયા હતા.
  • શાસ્ત્રીજી અને ગણતરીના પરિવારજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ કરાઈ

કોરોના મહામારીમાં શુભ પ્રસંગ કે દુ:ખદ પ્રસંગમાં હાલ લોકોને એકઠા કરવા પર પાબંધી છે, પરંતુ ગામડાંઓમાં હજુ પણ સારા-નરસા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા જ હોય છે ત્યારે કોરોનાની આ વર્તમાન પરિસ્થિતિમાં પટેલ પરિવારે લોકોને પ્રેરણારૂપ અને અનોખી રાહ બતાવતી પહેલ કરી છે જેમાં પરિવારના વડીલનું કોરોનામાં અવસાન થયા બાદ ઉત્તરક્રિયામાં મોટી સંખ્યામાં માણસો એકઠા કરવાને બદલે માત્ર ઘરના ગણતરીના સભ્યો અને શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં જ ક્રિયા કરવામાં આવી અને આ ક્રિયાનું લાઈવ વેબકાસ્ટ કરાયું જેમાં પરિવારના ગુજરાતભરમાં રહેતા સગાં-સંબંધીઓ તથા અમેરિકામાં વસતા કુલ 125થી વધુ સ્વજનો પણ ઓનલાઈન જોડાયા હતા અને પરિવારના વડીલની ઉત્તરક્રિયામાં પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે જોડાયને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

આ અંગે ચાર્મીન જારસાણિયા જણાવે છે કે, જૂનાગઢ જિલ્લાના થાણાપીપળી ગમે સ્વ. નાથાભાઈ જમનાદાસ જારસાણિયાના સ્વર્ગવાસ બાદ આ કોરોનાની મહામારીના સમયમાં પરિવારજનોને એમની ઉત્તરક્રિયામાં એકત્રિત ન થાય છતાં પણ પોતાની લાગણી સાથે જોડાય રહે એ માટે નાથાબાપાના સંતાનોએ ઓનલાઈન પ્રાર્થના-સત્સંગ, પાણીઢોળ અને ઉત્તરક્રિયા રાખી હતી જેમાં તેમના સંતાનો અને શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવેલી અને આ સમગ્ર વિધિનું લાઈવ વેબકાસ્ટ દ્વારા દરેક પરિવારજનો જોડાયા હતા.

નાથાબાપાના મોટાબહેન પોતે અમેરિકા સ્થિત હોય એમનો પરિવાર પણ ત્યાંથી ઓનલાઈન જોડાયો હતો. તેમજ ગુજરાતના ભુજ, ગાંધીનગર, અમદાવાદ, સુરત, જૂનાગઢ, ધોરાજી, વ્યારા સહિત બીજા શહેરોમાંથી પણ સંબંધીઓ લાઈવ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...