અનોખી રીતે ઉજવણી:રાજકોટના એક પરિવારે દીકરીના અવતરણ પર ‘રામચરિત માનસ’નું વિતરણ કર્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીકરીના અવતરણ પર રામચરિત માનસ વહેંચ્યા હતા - Divya Bhaskar
દીકરીના અવતરણ પર રામચરિત માનસ વહેંચ્યા હતા
  • પુત્રીની માતા એ કહ્યું, સ્વભાવ-જીવનમાં મીઠાશ આવે તેથી આ પુસ્તક આપવાનું નક્કી કર્યું

સામાન્ય રીતે પુત્રના જન્મ પર લોકો મીઠાઈનું વિતરણ કરતા હોય છે, ધીમે ધીમે હવે લોકો દીકરીના જન્મની પણ વધામણીરૂપે સગાં-સંબંધીઓના મોં મીઠા કરાવે છે પરંતુ શહેરના પોપટ પરિવારમાં પુત્રીનો જન્મ થતા અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું અને પ્રવર્તમાન સ્થિતિમાં દીકરીઓ-મહિલાઓ પર થતા અત્યાચાર, કુદૃષ્ટિ સામે લોકોમાં અને સમાજમાં સદવિચારો પ્રગટે તે માટે મીઠાઈને બદલે રામચરિત માનસ વિતરણ કરી હતી.

પુત્રી રુદ્રીની માતા હિમાની પોપટે કહ્યું હતું કે, મીઠાઈ વહેંચવાથી થોડીક ક્ષણો માટે કોઈના મોં મધુર કરી શકાય છે. પરંતુ જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવું હોઇ, તેમનો સ્વભાવ તેમના સંબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામચરિત માનસ વહેંચવાનું નક્કી કર્યું છે. કારણ કે, રામચરિત માનસના વાંચન થકી વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે. પરિવારે શહેરની શાળા-કોલેજોના પુસ્તકાલય, યુનિવર્સિટી અને શહેરની લાઇબ્રેરી સહિતના સ્થળો તેમજ લોકોને રામચરિત માનસનું વિતરણ કરી નારી સન્માન, મર્યાદા, વ્યવહાર સહિતની બાબતોમાં સદવિચારો કેળવાય તેવું કાર્ય કર્યું છે.

રામચરિત માનસ સાસુ-સસરા, સસરા-જમાઈ અને બાપ-દીકરીના સંબંધો ક્યાં પ્રકારે હોવા જોઈએ આ બાબતનો તલસ્પર્શી રીતે ખ્યાલ આપે છે.​​​​​​​ તેમજ આજે જ્યારે દીકરી પર અત્યાચારો મોટા ભાગે તેના પરિચિત વ્યક્તિ સૌથી વધુ કરતા હોય છે. ત્યારે મર્યાદા સહિતના પાઠ દીકરીના ઘરથી જ શરૂઆત થાય. તેના પરિજનોથી જ શરૂ થાય તે હેતુ સાથે રામચરિત માનસ આપવાનું નક્કી કર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...