તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા આજથી રાજકોટ શહેરમાં 1 હજાર ઉદ્યોગ ખૂલી જશે. શહેરમાં ઉદ્યોગ ચાલુ કરવા માટે ઉદ્યોગકારોને કલેક્ટર કચેરીના ધક્કા ખાવા નહીં પડે. રાજકોટ ચેમ્બર, રાજકોટ એન્જિનિયરિંગ એસો. સહિત કુલ 11 એસો.માંથી મંજૂરી મળી જશે. કલેક્ટરે આ માટે 11 નોડલ ઓફિસરની નિમણૂક કરી છે, જે જે તે એસો.ની ઓફિસે જઈને ઉદ્યોગકારોની અરજીને મંજૂરી આપશે. ઉદ્યોગકારોએ ઔદ્યોગિક એકમ શરૂ કરવા માટે બાંહેધરીપત્રક આપવું પડશે અને પરિવહન પરવાનગીનું ફોર્મ ભરવાનું રહશે .નોડલ ઓફિસર તેની ચકાસણી કરશે. કુલ બે કોપીમાં આ બન્ને ફોર્મ રજૂ કરવાના રહેશે. જેમાં એસોસિએશન અને નોડલ ઓફિસરની સહિ સિક્કો મારીને ઈન્વર્ડ કરવામાં આવશે. એક કોપી નોડલ ઓફિસર પોતાની પાસે રાખશે અને બીજી કોપી અરજી કરનારને પરત કરવામાં આવશે. વેપારીઓને જે બાંહેધરીપત્રક અને પરિવહન પરવાનગી ફોર્મ આપવામાં આવે તે જ પાસ તરીકે માન્ય રહેશે. કોઈ પણ નાનો ઉદ્યોગકાર જે એસો. નો સભ્ય હશે તેને મંજૂરી માટે એક રૂપિયો પણ ચૂકવવાનો નથી. નક્કી કરેલા દરેક એસો.માં તે બાંહેધરી પત્રક રજૂ કરી શકશે.
ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી મળી જાય તે માટે ઉદ્યોગકારોએ જે બાંહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે. જેમાં દર્શાવેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. જ્યારે માલિકને પરવાનગી પત્રક જોઇતું હોય તો તેને પોતાનું નામ, હોદ્દો, સરનામા, તેના મોાબાઈલ નંબર,વાહનનો પ્રકાર,વાહનનો નંબર અને ક્યા રૂટ પરથી તે પસાર થશે તેની વિગતો રજૂ કરવાની રહેશે આવી જ રીતે એકમમાં કામ કરતા સ્ટાફની વિગતો આપવાની રહેશે. આ પરિવહન પરવાનગી ફોર્મમાં સહિ સિક્કો લાગી જાય તેની અેક કોપી જે તે કર્મચારીઓને આપવાની રહેશે. જ્યારે કોઇ પોલીસ પાસ માંગે તો તેને રજૂ કરી શકાશે. જ્યારે બસ પરિવહન પરવાનગીમાં પણ અા જ પ્રકારની વિગતો આપવી પડશે. અને એક બસમાં કુલ ક્ષમતાના અડધી જ ક્ષમતાના કર્મચારીઓ બેસાડી શકાશે.
માહિતી આપતા ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, પરિવહન પરવાનગી માટે જે તે કર્મચારીના આધારકાર્ડ, આર.સી. બુક લાઇસન્સ અને કંપનીનું આઈકાર્ડ સાથે રાખવું પડશે.જેમાં વાહનનો રૂટ દર્શાવ્યો હશે એ જ રૂટ પર આવન જાવન કરી શકાશે. એ સિવાયના રૂટ પર નીકળી શકાશે નહીં. જ્યારે બાંહેધરી પત્રકમાં જીએસટી સર્ટિફિકેટ, ઉદ્યોગ આધાર નંબર આપવાનો રહેશે. જ્યારે રાજકોટ એન્જિનિયરિંગ એસો.ના સેક્રેટરી યશ રાઠોડે કહ્યું હતું કે, એક જ શિફ્ટમાં હાલ ફેક્ટરી શરૂ કરી શકાશે અને પાસ આપવાની પ્રક્રિયા જે તે એસો. એ સવારના 9 થી સાંજના 6 સુધી ચાલુ રહેશે.કોઇ પણ કારખાનેદાર ગમે તે એસો. માંથી પાસ કઢાવી શકશેે.
આ ઉદ્યોગો શરૂ થશે
ઓટો મોબાઈલના પાર્ટસ બનાવતા એકમો, બેરિંગ, કાસ્ટિંગ,ફોર્જિંગ, સ્ક્રેપના વ્યવસાય, ફાર્માસ્યૂટિકલ એકમો, કૃષિના સાધનો બનાવતા એકમો, ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ, ડીઝલ એન્જિનના ઉદ્યોગો, ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ, હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ, પ્લાસ્ટિક અને કિચનવેર ઈન્ડસ્ટ્રીઝ, ઇમિટેશનનાે સમાવેશ થાય છે.
પાસ, પોલીસની કનડગત કે મંજૂરીની સમસ્યા માટે અહીંયા સંપર્ક કરી શકાશે
કલેક્ટર કચેરીએ નહીં, એસોસિએશન પાસે જવાનું રહેશે
ગાંધીનગરથી કોઇ સૂચના આવે તેવી રાહ હતી પણ સમય ઓછો હોવાથી હાલ સ્થાનિક કક્ષાએ જ આયોજન કરી નાખ્યું છે. જે તે એસોસિએશન બાંહેધરી પત્રકો લઈ લેશે અને તેમની ઓફિસે કલેક્ટર તંત્રનો સ્ટાફ રહેશે જે આઈકાર્ડ પર ક્રોસ સિગ્નેચર કરશે. આથી કોઇને કલેક્ટર કચેરીએ આવવાનું રહેશે નહીં. એસોસિએશન અને ચેમ્બરે કહ્યું છે કે તેઓ બે દિવસમાં કામગીરી પતાવી દેશે.> રેમ્યા મોહન, કલેક્ટર
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.