તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એકબાજુ લાખોના ખર્ચે લીધેલા જિમ્નેશિયમના સાધનો ઉપયોગ વિના સડી રહ્યા છે, જ્યારે બીજીબાજુ ભાઈઓના જિમ માટે વધુ 15 લાખના સાધનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. યુનિ.માં પાંચેક વર્ષ પહેલા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઇન્ડોર સ્ટેડિયમ બનાવાયું છે, સ્પોર્ટ્સની જે પ્રકારની વ્યવસ્થા છે તે જોતા એવું લાગે કે અહીંથી વિદ્યાર્થીઓને ચોક્કસ પણે નેશનલ અને ઓલિમ્પિક સુધી જવામાં મદદરૂપ થશે, પરંતુ અફસોસ છે કે ઇન્ડોર સ્ટેડિયમ તૈયાર થયાના 5 વર્ષમાં જ અહીંના અંદાજિત દોઢ કરોડના સાધનો ઉપયોગ કર્યા વિનાના સ્ટોર રૂમમાં જ સડી ગયા છે. જિમ્નેશિયમના ગાદલા, જમ્પિંગના પાટિયા, જૂડો મેટ, દોઢ લાખની કિંમતનું ટ્રેડમિલ ઉપયોગ કર્યા વિના જ સડી ગયા છે.
યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિમાં 15થી વધુ રમતો રમી શકાય તેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા છે, પરંતુ હાલ અનેક રમતોના કોચ જ યુનિવર્સિટીમાં નથી, છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટી કોચની ભરતી પ્રક્રિયા કરી રહી છે, પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને ઉપરોક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગેમ્સનો લાભ મળી શક્યો નથી. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રૂ. 15 લાખના ખર્ચે રુસાની ગ્રાન્ટમાંથી જિમના સાધનો ખરીદવાની પ્રક્રિયા હાથ ધરી છે. GEMમાંથી યુનિવર્સિટી આ સાધનો ખરીદશે. જે માત્ર ભાઈઓના જિમ માટે જ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે આંતર કોલેજ, આંતર યુનિવર્સિટીએ જુદી જુદી રમતો રમવા જાય તે પહેલા યુનિવર્સિટીમાં જ ખેલાડીને જે-તે રમતની પૂરતી ટ્રેનિંગ મળે તે પ્રકારનું આયોજન થવું જોઈએ પરંતુ કોચ વિના વિદ્યાર્થીને મોટાભાગની રમતનો લાભ મળી શક્યો નથી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.